Entertainment

શ્રદ્ધાની ઇઠા ડિસે.માં પ્રભાસ, અક્ષય કુમારની ફિલ્મો સાથે ટકરાશે

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઈઠા' હવે 4 ડિસેમ્બરે રિલીઝ થશે. અગાઉ, 'ટોક્સિક' સાથે ટક્કર ટાળવા રિલીઝ ટળી હતી. જોકે, હવે તે પ્રભાસની 'ફૌઝી' અને અક્ષય-વિદ્યાની ફિલ્મ સાથે સ્પર્ધામાં ફસાઈ છે. આ ફિલ્મ મહારાષ્ટ્રની પ્રખ્યાત તમાશા ડાન્સર વિઠાબાઈ નારાયણગાવકરની બાયોપિક છે, જેમાં શ્રદ્ધા ડાન્સર તરીકે જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રદ્ધાની ઇઠા ડિસે.માં પ્રભાસ, અક્ષય કુમારની ફિલ્મો સાથે ટકરાશે
  • ટોક્સિક સાથે ટક્કર ટાળવા જતાં વધુ સ્પર્ધામાં ફસાઈ
  • ઈઠા મૂળ આ મહિને રજૂ થવાની હતી, હવે ચાર મહિના પાઠળ ઠેલાઈ

મુંબઈ : શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'ઇઠા' હવે ચોથી ડિસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ મૂળે આ મહિને રજૂ થવાની હતી. પરંતુ, યશની 'ટોક્સિક' સાથે ટક્કર ટાળવા તેની રીલિઝ ઠેલાઈ હતી.
જોકે, આમ કરવા જતાં 'ઈઠા' વધુ સ્પર્ધામાં ફસાઈ છે. ડિસેમ્બરમાં આ જ તારીખોમાં પ્રભાસની 'ફૌઝી' રીલિઝ થવાની છે. અક્ષય કુમાર તથા વિદ્યા બાલનની હજુ ટાઈટલવિહોણી રહેલી ફિલ્મ પણ ત્યારે જ રીલિઝ થવાની છે. આમ શ્રદ્ધાએ બોક્સ ઓફિસ પર ભારે મુકાબલાનો સામનો કરવો પડશે. 'ઈઠા' મહારાષ્ટ્રની વિખ્યાત તમાશા અને લાવણી ડાન્સર વિઠાબાઇ નારાયણગાવકરની બાયોપિક છે. હોરર ફિલ્મોમાં કામ કરનારી શ્રદ્ધા કપૂરને આ ફિલ્મમાં ડાન્સર તરીકે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. તેની સાથે મુખ્ય ભૂમિકામાં રણદીપ હૂડા છે.