છોટાઉદેપુરના ૧૨ વર્ષના બાળકને કૂતરૃં કરડતા મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુરના આંતરિયાળ વિસ્તારમાં રહેતા ૧૨ વર્ષના બાળકને ત્રણ મહિના પહેલા કૂતરૃં કરડયું હતું. ચાર દિવસ પહેલા તેની તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે બાળકને લઇ ગયા હતા.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના કીડીઘોઘાદેવ ગામે રહેતો ૧૨ વર્ષના કાનસિંગને ત્રણ મહિના પહેલા કૂતરૃં કરડયું હતું. તેની તબિયત બગડતા ચાર દિવસ પહેલા પ્રથમ વખત જ તેને સારવાર માટે છોટાઉદેપુરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેની તબિયતમાં સુધારો નહીં થતા ગઇકાલે મોડીરાત્રે એક વાગ્યે બાળકને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. વડોદરા આવ્યો ત્યારે જ તેના મોંઢામાંથી ફીણ નીકળતું હતું. તેની તબિયત વધુ ગંભીર લાગતા તેને સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો. પરંતુ,બાળક અમદાવાદ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું.









