Sports

CSKમાં સામેલ થનાર સંજૂ સેમસન ખુશ, ધોની અને રાજસ્થાન રોયલ્સ અંગે આપ્યું મોટું નિવેદન

By GS Team
17 Mar 20262 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસન અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગતમાં છવાયેલા છે. હવે તમામની નજર IPL 2026 પર છે, જ્યાં સંજૂ પોતાની દમદાર બેટિંગ દેખાડવા માટે તૈયાર છે. જોકે, આ વખતે ફેન્સ માટે સૌથી મોટો ફેરફાર એ છે કે, સંજૂ સેમસન તેની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સને બદલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં રમતા જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

CSKમાં સામેલ થનાર સંજૂ સેમસન ખુશ, ધોની અને રાજસ્થાન રોયલ્સ અંગે આપ્યું મોટું નિવેદન

Sanju Samson On MS Dhoni And Rajasthan Royals : T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કરી ભારતને જીત અપાવનાર સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસન અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગતમાં છવાયેલા છે. હવે તમામની નજર IPL 2026 પર છે, જ્યાં સંજૂ પોતાની દમદાર બેટિંગ દેખાડવા માટે તૈયાર છે. જોકે, આ વખતે ફેન્સ માટે સૌથી મોટો ફેરફાર એ છે કે, સંજૂ સેમસન તેની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સને બદલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં રમતા જોવા મળશે.

સંજૂએ રાજસ્થાન રોયલ્સ કેમ છોડ્યું?

સંજૂ સેમસને લાંબા સમય સુધી રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કર્યું છે, પરંતુ આ વખતે તેણે ટીમ બદલવાનો નિર્ણય લીધો છે. પીટીઆઈ સાથેની વાતચીતમાં તેણે રાજસ્થાન છોડવા પાછળનું કારણ જણાવ્યું છે. તેને લાગ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સમાં હવે તેનો સમય પૂરો થઈ ગયો છે. સંજૂએ કહ્યું કે, તે પ્રોફેશનલ છે અને ભલે તે તેની જૂની ટીમ સામે રમશે, પણ તે મેદાન પર પોતાની લાગણીઓને હાવી થવા દેશે નહીં અને CSK માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

આ પણ વાંચો : IPLથી નિવૃત્તિ બાદ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનશે ધોની? ગૌતમ ગંભીરે વ્યક્ત કરી ઈચ્છા

રાજસ્થાનના ખેલાડીઓ સાથે ભાવનાત્મક જોડાણ

IPL-2026માં ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્રથમ મુકાબલો ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે જ થવાનો છે. આ મેચ અંગે સંજૂએ જણાવ્યું કે, મેદાન પર તે માત્ર રમત પર ધ્યાન આપશે, પરંતુ મેચ પહેલા અને પછી તે ચોક્કસપણે ભાવનાત્મક હશે. રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે તેનો વર્ષો જૂનો સંબંધ રહ્યો છે, જે હંમેશા યાદગાર રહેશે.

સંજૂ ધોની પાસેથી શીખવા માટે આતુર

CSKમાં જોડાવા પાછળનું એક મુખ્ય આકર્ષણ મહેન્દ્ર સિંહ ધોની છે. સંજૂ સેમસને કહ્યું કે, તે ધોની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છે. તેણે ઉમેર્યું કે, ‘ધોની ભાઈ સાથે મેં પહેલા પણ વાત કરી છે અને તેમની પાસેથી હંમેશા સકારાત્મક ઉર્જા મળી છે. તેમની સાથે બે મહિના વિતાવવા અને તેમને નજીકથી જોઈને ઘણું શીખવા મળશે, જે મારા માટે એક મોટી તક છે.’

28 માર્ચથી IPL 2026નો પ્રારંભ

IPL 2026નો પ્રારંભ 28 માર્ચથી થવા જઈ રહ્યો છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 30 માર્ચના રોજ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ સંજૂ સેમસનને નવી ટીમ અને નવી ભૂમિકામાં જોવા માટે ખૂબ જ આતુર છે.

આ પણ વાંચો : IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન