Entertainment

શિલ્પા શિરોડકરનું 26 વર્ષે બોલિવુડમાં પુનરાગમન

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
૨૬ વર્ષ બાદ શિલ્પા શિરોડકર બોલિવુડમાં પુનરાગમન કરશે. 'ગજગામિની' બાદ હવે તે 'માલામાલ વીકલી ટુ'માં રવિના ટંડન અને પરિણીતિ ચોપરા સાથે જોવા મળશે. અમિત જોશી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ગામડિયાઓ મોટી રકમ મેળવવા શું કરે છે તેની કથા છે. આ સિક્વલ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

શિલ્પા શિરોડકરનું 26 વર્ષે બોલિવુડમાં પુનરાગમન
  • શિલ્પા છેલ્લે ગમગામિનીમાં દેખાઇ હતી
  • માલામાલ વીકલી ટુમાં રવિના ટંડન અને પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે

મુંબઈ : શિલ્પા શિરોડકર ૨૬ વર્ષ પછી બોલિવુડમાં પુનરાગમન કરશે. 'માલામાલ વીકલી ટુ'માં તેની પસંદગી થઈ છે. તે ફિલ્મમાં રવિના ટંડન તથા પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે.
શિલ્પાની છેલ્લી ફિલ્મ 'ગજગામિની ૨૦૦૦'ની સાલમાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી કરવાના છે. જેમની ૨૦૨૪માં આવેલી ફિલ્મ તેરી બાતોમાં ઐસા ઉલઝા જિયાને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
'માલામાલ વીકલી ટુ'માં પણ ગામડિયાઓ મોટી રકમ મેળવવાની લાલચમાં કેટલી હદે જઇ શકે છે તેની જ કથા છે. જો કે આ ફિલ્મ પ્રથમ ફિલ્મની સિક્વલ નથી.