આયુષમાન-સારાની ઉડતા તીરની ઓક્ટો.માં રીલિઝ ડેટથી આશ્ચર્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આયુષમાન અને સારા બીજીવાર સાથે આવશે
- અજય દેવગણની દ્રશ્યમ થ્રી હીટ નિવડશે તો આ ફિલ્મને કમાણીમાં મુશ્કેલી સર્જાશે
મુંબઈ : આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની જોડીને ચમકાવતી કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' નવ ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવાનો નિર્ણય લેવાતાં ટ્રેડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. નિર્માતા તરીકે કરણ જોહરે અજય દેવગણની 'દૃશ્યમ થ્રી' સાથે સ્પર્ધામાં ઉતરવાનું કેમ નક્કી કર્યું તે સવાલ સર્જાયો છે.
આ ફિલ્મ અજય દેવગણની ફિલ્મ દૃશ્યમ થ્રી તેના એક અઠવાડિયા અગાઉ રજૂ થવાની છે. જો અજય દેવગણની ફિલ્મ હીટ નીવડશે તો ઉડતા તીરને બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં મુશ્કેલી પડી શકે છે.
સારા અને આયુષમાનની જોડી અગાઉ 'પતિ પત્ની ઔર વોહ દો' નામની ફિલ્મમાં જોવા મળી હતી.
આ ફિલ્મનું લેખન અને નિર્દેશન આકાશ એ. કૌશિક દ્વારા કરવામાં આવ્યું છે. નિર્દેશક તરીકે આકાશ એ. કૌશિકની આ પહેલી ફિલ્મ છે.









