Sports

T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ સુપર-8માં એન્ટ્રી મારી, ઓસ્ટ્રેલિયા બહાર

By GS Team
17 Feb 20262 mins read
TukuTouch Logo
ટી20 વર્લ્ડકપમાં આજે ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડતા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં શ્રીલંકાના કેન્ડી સ્ટેડિયમમાં સતત ભારે વરસાદ પડવાના કારણે ઝિમ્બાબ્વે-આયરલેન્ડની મેચ ટોસ વગર જ રદ થઈ ગઈ છે, જેના કારણે ઝિમ્બાબ્વે સીધી જ સુપર-8માં પહોંચી ગઈ છે, જ્યારે આયર્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા પણ લીગ સ્ટેજની મેચોથી જ બહાર થઈ ગયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર, ઝિમ્બાબ્વેએ સુપર-8માં એન્ટ્રી મારી, ઓસ્ટ્રેલિયા બહાર

T20 World Cup 2026, Ireland vs Zimbabwe : ટી20 વર્લ્ડકપમાં આજે ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડતા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં શ્રીલંકાના કેન્ડી સ્ટેડિયમમાં સતત ભારે વરસાદ પડવાના કારણે ઝિમ્બાબ્વે-આયરલેન્ડની મેચ ટોસ વગર જ રદ થઈ ગઈ છે, જેના કારણે ઝિમ્બાબ્વે સીધી જ સુપર-8માં પહોંચી ગઈ છે, જ્યારે આયર્લેન્ડની સાથે ઓસ્ટ્રેલિયા પણ લીગ સ્ટેજની મેચોથી જ બહાર થઈ ગયું છે.

ઓસી. T20 વર્લ્ડકપ-2009 બાદ પહેલીવાર લીગ સ્ટેજમાંથી બહાર

ચોંકાવનારી વાત એ છે કે, 2009માં રમાયેલા ટી20 વર્લ્ડ કપ બાદ ઓસ્ટ્રેલિયા પહેલીવાર લીગ સ્ટેજથી આગળ વધી શકી નથી. ઓસ્ટ્રેલિયા માટે ઝિમ્બાબ્વે-આયર્લેન્ડની મેચ ખૂબ જ મહત્ત્વની હતી, જોકે વરસાદના કારણે મેચ રદ થઈ છે અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપી દેવાયા છે. પલ્લેકેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. મેચના સમયે પણ મૂશળધાર વરસાદ પડ્યો હતો. જોકે લગભગ દોઢ કલાક સુધી રાહ જોયા બાદ મેચ રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી.

આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફરી ગયું

જો આજે ઝિમ્બાબ્વે હારી ગઈ હોત તો ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ વધી ગઈ હોત. ઓસી.ની ટીમ આજે આયરલેન્ડ જીતવાની પ્રાર્થના કરી રહી હતી, જોકે વરસાદે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ વખતે ઝિમ્બાબ્વેએ શાનદાર દેખાવ કર્યો છે. અગાઉની મેચમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને વિશ્વકપમાં સૌથી મોટો ઉલટફેર કર્યો હતો.

ઓસી. ઝિમ્બાબ્વે બાદ શ્રીલંકા સામે પણ હાર્યું હતું

લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં આયર્લેન્ડને 67 રને પરાજય આપ્યો હતો. ત્યારબાદ તેની ઓસી.નો ઝિમ્બાબ્વે સામે 23 રને અને પછી શ્રીલંકા સામે 8 વિકેટે પરાજય થયો હતો. આમ ઓસ્ટ્રેલિયા કુલ ચાર મેચમાંથી ત્રણ મેચ હારી જતા તેનું સુપર-8માં પહોંચવું મુશ્કેલ થઈ ગયું હતું. હવે 20 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે મેચ રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયા જીતી જાય તો પણ તેનું સુપર-8માં પહોંચવું મુશ્કેલ છે.

આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી