Entertainment

ડેન્ગ્યુનો શિકાર બનેલી પૂનમ ધિલ્લોન હોસ્પિટલમાં સારવાર મેળવી રહી છે

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ટીવી એક્ટ્રેસ અવિકા ગોર અને શ્વેતા તિવારી બાદ 'સિન્ટા'ના પ્રમુખ પૂનમ ધિલ્લોન પણ ડેન્ગ્યૂનો ભોગ બન્યા છે. તેઓ બાન્દ્રાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ડેન્ગ્યૂની સારવાર લઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેમને રજા અપાશે. તાજેતરમાં 'સિન્ટા'માં સામૂહિક રાજીનામાંને કારણે વિવાદ સર્જાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ડેન્ગ્યુનો શિકાર બનેલી પૂનમ ધિલ્લોન હોસ્પિટલમાં સારવાર  મેળવી રહી છે

મુંબઈ: ટીવી એક્ટ્રેસ અવિકા ગોર, શ્વેતા તિવારી બાદ હવે ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટસ એસોસિએશન-સિન્ટાની પ્રમુખ પૂનમ ધિલ્લોન પણ ડેન્ગ્યૂનો શિકાર બની છે. પૂનમ ધિલ્લોન હાલ બાન્દ્રામાં એક જાણીતી હોસ્પિટલમાં ડેન્ગ્યૂની સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા થોડા દિવસોથી પૂનમ ધિલ્લોન ડેન્ગ્યૂની સારવાર હેઠળ છે અને તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં સિન્ટાની કમિટીના સભ્યોએ સામૂહિક રાજીનામાં આપી દેતાં મોટો વિવાદ થયો હતો. ઉપાસનાસિંહે આક્ષેપ કર્યો હતો કે જે પૂનમ ધિલ્લોન સાથે અસંમત થાય તેને શો કોઝ નોટીસો ફટકારવામાં આવે છે.
૧૯૭૯માં આવેલી ફિલ્મ નૂરીથી પૂનમ ધિલ્લોન હિન્દી ફિલ્મોમાં હિરોઇન તરીકે સ્થાપિત થઇ હતી. તેની જાણીતી ફિલ્મોમાં રેડ રોઝ, સોહની મહિવાલ, સવેરેવાલી ગાડી, નામ, દર્દ, એક ચાદર મૈલી સી અને માલામાલનો સમાવેશ થાય છે.