આજનું રાશિફળ: 4 રાશિઓ પર ધનવર્ષાના યોગ, 3 રાશિઓએ પૈસા અને વાહન બાબતે સંભાળવું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : ધર્મકાર્ય શુભકાર્ય થવાથી હૃદય-મન પ્રસન્નતા અનુભવે. યાત્રા-પ્રવાસ મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય.
વૃષભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મિથુન - આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામ અંગે દોડધામ શ્રમ જણાય. કામનો ઉકેલ આવે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. નાણાંકીય લેવડ દેવડમાં સાચવવું.
સિંહ : આપના રૂકાવટ વિલંબમાં અટવાઇ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. વાહન ધીરે ચલાવવું.
તુલા : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ સહકાર મળી રહે. જૂના સ્વજન-સ્નેહી મિત્રવર્ગની મુલાકાતથી આનંદ થાય.
વૃશ્ચિક : આપને કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં ઘરાકી આવી જવાથી આવક જણાય. સામાજિક વ્યવહારિક કામકાજ રહે.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
મકર : આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
કુંભ : સીઝનલ ધંધામાં ઘરાકી જણાય. લાભ ફાયદો મળી રહે. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મીન : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા જણાય. આનંદ રહે.
- અગ્નિદત્ત પદમનાભ









