Get The App

સેમસંગ યુઝર્સ સાવધાન! બંધ થઈ જશે આ ખાસ એપ, આજે જ બદલી નાખો તમારા ફોનનું સેટિંગ

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
સેમસંગ યુઝર્સ સાવધાન! બંધ થઈ જશે આ ખાસ એપ, આજે જ બદલી નાખો તમારા ફોનનું સેટિંગ 1 - image

Samsung Message App: સેમસંગ પોતાની મેસેજિંગ એપને અલવિદા કહી રહી છે. આ નિર્ણય કંપનીએ ખૂબ જ સમજી વિચારીને લીધો છે અને યુઝર્સને હવે ગૂગલ મેસેજિસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કંપનીની યુએસ સપોર્ટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે કે સેમસંગ મેસેજિસ જુલાઈ મહિનામાં બંધ કરવામાં આવશે. અસરગ્રસ્ત સેમસંગ સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસના યુઝર્સને તે પહેલાં ગૂગલ મેસેજિસ તરફ વળવા કહેવામાં આવ્યું છે જેથી એન્ડ્રોઇડ પર એકસરખો મેસેજિંગ અનુભવ જળવાઈ રહે.

ગૂગલ મેસેજિસ પર કેવી રીતે સ્વિચ કરવું?

સેમસંગ Galaxy ફોન Google ની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ગૂગલ મેસેજિસ પર સ્વિચ કરવા માટે યુઝર્સે Play Store માંથી એપ ડાઉનલોડ કરવી અને તેને ડિફોલ્ટ મેસેજિંગ એપ તરીકે સેટ કરવી પડશે. કેટલાક યુઝર્સને એપમાં જ સૂચના મળી શકે છે જે તેમને આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપશે. આથી સેમસંગની જગ્યાએ હવે ગૂગલ મેસેજિસનો ઉપયોગ કરવો.

નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ મળશે

સેમસંગ અનુસાર ગૂગલ મેસેજિસ પર સ્વિચ કરવાથી યુઝર્સને Google Gemini આધારિત નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ મળશે. તેમાં Remix નામનું ટ્રાયલ ફીચર પણ સામેલ છે જે ચેટ દરમિયાન ઈમેજ બનાવવામાં મદદ કરે છે. સાથે સાથે AI આધારિત રિપ્લાય સૂચનો અને RCS મેસેજિંગ દ્વારા એન્ડ્રોઇડ અને Apple iOS વચ્ચે ઉચ્ચ ગુણવત્તાની તસવીરો શેર કરવાની સુવિધા પણ મળશે. આથી આ તમામ ફીચર સેમસંગ મેસેજિસમાં ન હોવાથી સેમસંગ દ્વારા એને બંધ કરીને ગૂગલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

જૂના એન્ડ્રોઇડ યુઝર્સ પર અસર નહીં પડે

એન્ડ્રોઇડ 11 અથવા તેનાથી જૂના વર્ઝન વાપરતા યુઝર્સ પર આ બદલાવનો કોઈ અસર નહીં થાય. એન્ડ્રોઇડ વર્ઝન ચેક કરવા માટે Settings માં જઈ Software Information અને પછી એન્ડ્રોઇડ Version તપાસી શકાય છે. જો કોઈ લેટેસ્ટ અપડેટ હોય તો એને ઇન્સ્ટોલ કરી દેવી જેથી આ ફીચર વધુ સારી રીતે કામ કરી શકે.

નવી ડિવાઇસમાં એપ ઉપલબ્ધ નથી

નવી Galaxy 26 સિરીઝ અને અન્ય નવા ફોનમાં હાલમાં સેમસંગ મેસેજિસ એપ Galaxy Store પર ઉપલબ્ધ નથી. આ માટે હવે સેમસંગ દ્વારા પહેલેથી જ ગૂગલ મેસેજિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સને કહી દેવામાં આવ્યું છે. આથી યુઝર્સ જલદી એની સાથે એડજસ્ટ થઈ શકે.

આ પણ વાંચો: સ્પેસમાં ડિનર બાદ એસ્ટ્રોનેટે અચાનક બોલવાની શક્તિ ગુમાવી! ISSના ઈતિહાસમાં પહેલીવાર આવી ઈમરજન્સી ઘટના

સંપૂર્ણ રીતે બંધ થઈ જશે

કંપનીએ જણાવ્યું છે કે જુલાઈ પછી કોઈપણ ડિવાઇસ પર સેમસંગ મેસેજિસ ડાઉનલોડ કરી શકાશે નહીં. યુઝર્સ પોતાની એપમાં સર્વિસ બંધ થવાની ચોક્કસ તારીખ પણ જાણી શકે છે. આથી એ પહેલાં યુઝર્સ પાસે તેના મેસેજિસનો બેકઅપ લેવા માટેનો પણ સમય છે. જો એમ ન કરવું હોય તો પણ તેઓ જલદીથી નવી સર્વિસનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. સેમસંગ દ્વારા અમેરિકાના યુઝર્સ માટે આ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એ દુનિયાભરમાં લાગુ પડશે કે નહીં એ વિશે ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. જોકે એ દુનિયાભરના યુઝર્સ માટે હોય એવા અણસાર વધુ છે.