World

સુદાનમાં 7 દિવસમાં બે વખત સોનાની ખાણ ધસી, 93 લોકોના મોત, અનેક કાટમાળમાં દટાયા

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
સુદાનમાં ફરી ગોલ્ડ માઇન્સ ધસી પડતા 11 શ્રમિકોના મોત થયા છે. પૂર્વ સુદાનમાં રવિવારે ખાણનો શાફ્ટ અચાનક ધસી પડ્યો હતો. આ ઘટનામાં 30થી વધુ લોકો ઘાયલ થયા અને ઘણા દટાયા હતા. ગત રવિવારે પણ આવી જ દુર્ઘટનામાં 82 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આમ, 7 દિવસમાં કુલ 93 લોકોએ જીવ ગુમાવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુદાનમાં 7 દિવસમાં બે વખત સોનાની ખાણ ધસી, 93 લોકોના મોત, અનેક કાટમાળમાં દટાયા

Sudan Gold Minaes Collapsed : સુદાનમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે. બે રવિવારો એટલે કે સાત દિવસમાં બે વખત અહીં સોનાની ખાણ ધસી પડવાની ઘટના બનતા 93 જેટલા લોકોના મોતના અહેવાલ છે. જ્યારે અસંખ્ય શ્રમિકો કાટમાળમાં દટાઈ ગયાની માહિતી સામે આવી છે.

તાજેતરની ઘટનામાં 11ના મોત

ગઇકાલે રવિવારે સુદાનના પૂર્વમાં એક વિસ્તારમાં આવેલી ખાણમાં અચાનક શાફ્ટ ધસી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 11 શ્રમિકોના મોત નીપજ્યા જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હજુ પણ ઘણા શ્રમિકો કાટમાળમાં દટાયેલા છે અને રેસ્ક્યૂ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. એક અધિકારીએ આ ઘટના અને રેસ્ક્યૂ ઓપરેશનની પુષ્ટી કરી હતી.

ગત રવિવારે 82 લોકોએ જીવ ગુમાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે એટલે કે સાત દિવસ અગાઉ પણ આ રીતે જ સોનાની ખાણ ધસી પડતાં 82 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિસ્તાર પેરામિલિટ્રી રેપિડ સપોર્ટ ફોર્સના નેતૃત્વ હેઠળ આવે છે જે છેલ્લા ત્રણ વર્ષોથી સુદાની સેના સામે યુદ્ધ લડી રહી છે.