NASA New Space Computer: NASA દ્વારા સંચાલિત International Space Station (ISS) પર કાર્યરત Expedition 74ના ક્રૂ માટે હવે નવી ટેક્નોલોજી સાથેનું મોટું અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે નાસાએ જાહેરાત કરી હતી કે તેમણે ISS માટેની અપગ્રેડ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં નેટવર્ક સર્વર્સને બદલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ નવા તથા વધુ શક્તિશાળી લેપટોપ્સને સક્રિય કરવામાં આવશે. ISS પ્રોગ્રામે આગામી લેપટોપ તરીકે HP ZBook G9 Mobile Workstation પસંદ કર્યું છે.
ISS માટે ખાસ બનાવાયેલા ZBook Fury G9 લેપટોપ્સ
ISS માટે તૈયાર કરાયેલા કસ્ટમ HP ZBook Fury G9 લેપટોપમાં Intel Core Ultra 9 vPro HX પ્રોસેસર, NVIDIA RTX Pro Blackwell GPU, 128GB DDR5 મેમરી અને ચાર 2TB NVMe SSD જેવી હાઇ-એન્ડ સ્પેસિફિકેશન્સ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે ISS માટે “NASA-એક્સક્લૂસિવ” DC પાવર એડેપ્ટર બનાવવામાં આવ્યો છે, કારણ કે પૃથ્વી પર વપરાતા સામાન્ય AC ચાર્જર્સ અંતરિક્ષમાં કામ કરતા નથી.
100થી વધુ વર્કસ્ટેશન્સ હાલ ઉપયોગમાં
ઓક્ટોબર 2025થી ISS પર જૂના HP ZBook Fury G2 લેપટોપ્સને બદલીને નવા G9 વર્ઝનમાં અપગ્રેડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ ISS પર 100થી વધુ આવા આધુનિક વર્કસ્ટેશન્સ કાર્યરત છે. આ સાથે, માઇક્રોગ્રેવિટી માટે ખાસ ડિઝાઇન કરાયેલા HP પ્રિન્ટર્સ પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. નવા ZBook Fury G9 લેપટોપ્સને ISS પર “HP કમ્પ્યુટ પ્લેટફોર્મની ત્રીજી પેઢી” તરીકે ઓળખવામાં આવે છે.
2030 સુધી ISSને નિષ્ક્રિય કરવાની યોજના
આ અપગ્રેડને હાલમાં ખૂબ જ મોટું ટેક્નોલોજીકલ અપગ્રેડ માનવામાં આવે છે. જોકે ISS માટે એ છેલ્લાં અપગ્રેડ્સમાંનું એક પણ બની શકે છે. ISSને આશરે 2030 સુધીમાં ડી-ઓર્બિટ (અંતરિક્ષમાંથી નિવૃત્ત) કરવાની યોજના છે. એટલે કે આ પ્રકારના હાર્ડવેર અપગ્રેડ હવે બહુ ઓછી જોવા મળી શકે છે.


