Entertainment

વીર પહાડિયા, અપારશક્તિની પ્રેમ કિટાણુ ઓક્ટો.માં આવશે

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
વીર પહાડિયા અને અપારશક્તિ ખુરાનાની નવી કોમેડી ફિલ્મ 'પ્રેમ કિટાણુ' 2 ઓક્ટોબરે રિલીઝ થશે. 'સિર્ફ એક બંદા કાફી હૈ' ફેમ અપૂર્વ સિંહ ખારકી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આફિયા સાયેદ, રાકેશ બેદી પણ છે. મુંબઈમાં બની રહેલી આ કોલેજ યુવાનોની વાર્તા દર્શકોને હસાવશે. ગૌરવ વર્માની આ પ્રથમ સ્વતંત્ર નિર્માતા ફિલ્મ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વીર પહાડિયા, અપારશક્તિની પ્રેમ કિટાણુ ઓક્ટો.માં આવશે
  • કોલેજના યુવાનો પરની કોમેડી ફિલ્મ હશે
  • ફિલ્મનું દિગ્દર્શન સિર્ફ એક બંદા કાફી હૈ ફેમ અપૂર્વ સિંહ ખારકીએ કર્યું છેે

મુંબઈ : વીર પહાડિયા અને અપારશક્તિ ખુરાનાની નવી ફિલ્મ 'પ્રેમ કિટાણુ' માટે આગામી ઓક્ટોબરની રીલિઝ ડેટ નક્કી થઈ છે.
આ ફિલ્મ બીજી ઓક્ટોબરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન 'સિર્ફ એક બંદા કાફી હૈ' ફેમ અપૂર્વ સિંહ ખારકીને સોંપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વીર પહાડિયા, આફિયા સાયેદ, અપારશક્તિ ખુરાના, રાકેશ બેદી અને નિખિલ વિજય કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં યુવા દોસ્તોની વાર્તા હોવાનું કહેવાય છે.
ગૌરવ વર્માની સ્વતંત્ર નિર્માતા તરીકે આ પહેલી ફિલ્મ છે. બીજી તરફ વીર પહાડિયા આ સિવાય 'નામ , ટુ લીવ ઈઝ વોર ' ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.