Entertainment

ટાઈગર શ્રોફને ઝોમ્બી કોમેડી ઉદય મજનુ 2.0 મળી

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
ફિરોઝ નડિયાદવાલા બાળકો માટે ઝોમ્બી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. મુંબઈમાં બની રહેલી આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ હીરો છે. અહેમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂરની 'ઉદય-મજનુ' તરીકે ફરી એન્ટ્રી થવાની શક્યતા છે. 2027ની શરૂઆતમાં શૂટિંગ શરૂ થશે. આ નવા જમાનાના ઉદય-મજનુ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઈગર શ્રોફને ઝોમ્બી કોમેડી ઉદય મજનુ 2.0 મળી
  • બાળકો માટેની ઝોમ્બી કોમેડી ફિલ્મ હશે
  • નાના પાટેકર અને અનિલ કપૂરની પણ રી એન્ટ્રી થાય તેવી સંભાવના

મુંબઈ : ફિરોઝ નડિયાદવાલાની આગામી ફિલ્મ બાળકો માટેની ઝોમ્બી કોમેડી હશે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે અને મહત્વની ભૂમિકાઓ માટે હાલ નાના પાટેકર અને અનિલ કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.
વેલકમ યુનિવર્સના બે પાત્રો ઉદય અને મજનુને કેન્દ્રમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મના નિર્દેશક તરીકે અહમદખાનની પસંદગી કરવામાં આવી છે. હાલ આ ફિલ્મ લખાઇ રહી છે. ૨૦૨૭ની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. નાના પાટેકર અને અનિલ કપૂર જો ફિલ્મમાં કામ કરવા રાજી થશે તો તેઓ ઉદય અને મજનુના પાત્રો ભજવશે. પણ આ બંને નવા જમાનાના ઉદય મજનુ હશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.