Science & Technology

ભૂલથી ખોટા નંબર પર થઈ ગયું છે મોબાઈલનું રિચાર્જ? જાણી લો કેવી રીતે મેળવી શકાય છે પરત

By GS Team
1 Aug 20263 mins read
TukuTouch Logo
હવે રિલાયન્સ Jio અને Airtel ગ્રાહકોને ખોટા નંબર પર થયેલા રિચાર્જને રિવર્સ કરવાની સુવિધા મળશે. MyJio એપ્લિકેશન દ્વારા કરાયેલા રિચાર્જ 3 કલાકમાં રિવર્સ થઈ શકશે. Airtel યુઝર્સ Thanks એપ કે 121/198 પર ફરિયાદ કરી શકે છે. જોકે, આ સુવિધા ચોક્કસ શરતોને આધીન છે અને તાત્કાલિક અરજી કરવી જરૂરી છે, જેથી પૈસા પાછા મેળવી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ભૂલથી ખોટા નંબર પર થઈ ગયું છે મોબાઈલનું રિચાર્જ? જાણી લો કેવી રીતે મેળવી શકાય છે પરત

Wrong Number Recharge Reversal: ઘણી વખત ભૂલથી કે ઉતાવળમાં અન્યના મોબાઇલ નંબર પર રિચાર્જ થવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલાં આવા કિસ્સાઓમાં પૈસા પાછા મેળવવા લગભગ અશક્ય હતું. પરંતુ હવે રિલાયન્સ Jio અને Airtel તેમના ગ્રાહકોને ખોટા રિચાર્જ પાછા લેવાનો વિકલ્પ આપે છે. જો કે, આ સુવિધા ચોક્કસ શરતોને આધીન ઉપલબ્ધ છે. આમ, જો તમે સમયસર વિનંતી સબમિટ કરો છો, તો રિફંડ મેળવવાની શક્યતા વધી જાય છે.

Jio યુઝર્સે ખાસ જાણવા જેવું

જો તમે MyJio એપ્લિકેશનનો ઉપયોગ કરીને ખોટા નંબર પર રિચાર્જ કર્યું હોય, તો તે ટ્રાન્ઝેક્શન ઉલટાવી શકો છે. જો કે, આ સુવિધા ફક્ત MyJio એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા રિચાર્જ માટે જ ઉપલબ્ધ છે. જો તમે Paytm, PhonePe અથવા અન્ય કોઈ થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કરીને રિચાર્જ કર્યું હોય તો તેનો લાભ મળવાપાત્ર નથી. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, રિચાર્જ પછી તરત જ રિવર્સલ વિનંતી કરવી આવશ્યક છે. અહેવાલો અનુસાર, આ વિકલ્પ સામાન્ય રીતે ફક્ત ત્રણ કલાક માટે જ ઉપલબ્ધ રહે છે.

MyJio એપનો ઉપયોગ કરીને ખોટા રિચાર્જને કેવી રીતે રિવર્સ કરવું

  • ખોટા રિચાર્જને રિવર્સ કરવા માટે સૌપહેલા MyJio એપ ખોલો અને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
  • પછી 'ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી' પર જાઓ અને તાજેતરના ખોટા રિચાર્જને પસંદ કરો. જો રિચાર્જને રિવર્સ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય, તો 'કેન્સલ પ્લાન' પર ટેપ કરો.
  • બાદમાં યોગ્ય કારણ પસંદ કરીને રિફંડની પ્રોસેસ કરો અને રિક્વેસ્ટ સબમિટ કરો. એકવાર રિક્વેસ્ટ સ્વીકારાઈ જાય પછી Jio તમારી મૂળ પેમેન્ટ માધ્યમ અથવા એકાઉન્ટમાં રકમ રિફંડ કરશે.

Airtel યુઝર્સે શું કરવું?

જો ભૂલથી Airtel નંબર રિચાર્જ થઈ ગયો હોય, તો Airtel Thanks એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. વૈકલ્પિક રીતે ગ્રાહકો 121 અથવા ટોલ-ફ્રી નંબર 198 પર કૉલ કરીને સહાય મેળવી શકે છે. આ માટે યુઝર્સે…

  • Airtel Thanks એપમાં 'હેલ્પ અને સપોર્ટ' સેક્શન પર જવું અને 'ફેસિંગ ઈસ્યૂ વિથ રિસેન્ટ રિચાર્જ' વિકલ્પ પસંદ કરો.
  • પછી 'રોંગ અને આકસ્મિક રિચાર્જ' અથવા 'રોંગ રિચાર્જ રિવર્સલ' ઓપ્શન પસંદ કરવો.
  • ત્યારબાદ તમારે ટ્રાન્ઝેક્શન આઈડી, રિચાર્જ તારીખ, રકમ અને ખોટો મોબાઇલ નંબર જેવી વિગતો આપીને વિનંતી સબમિટ કરવાની રહેશે.

જો કે, Airtelમાં રિવર્સલ એ વાત પર પણ નિર્ભર કરે છ કે, જે નંબર પર ભૂલથી રિચાર્જ કરવામાં આવ્યું છે તે બેલેન્સ કે પ્લાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક સોશિયલ મીડિયા પ્રતિબંધ નિષ્ફળ: 80%થી વધુ કિશોરો હજુ પણ વાપરી રહ્યા છે Instagram-TikTok, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ઘણા લોકો તેમના માતાપિતા, બાળકો અથવા મિત્રોના મોબાઇલ નંબર રિચાર્જ કરે છે અને ઉતાવળમાં તેઓ ખોટો નંબર પસંદ કરવાની ભૂલ કરી બેસતાં હોય છે. આવી પરિસ્થિતિઓમાં આ નવી સુવિધા ગ્રાહકોને નાણાકીય નુકસાનથી બચાવવામાં મદદ કરી શકે છે. જો કે, આ સુવિધા ફક્ત મર્યાદિત સમય માટે ઉપલબ્ધ હોવાથી જો કોઈ ભૂલ થાય તો તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.