Baroda

ભારે વરસાદની આગાહી બાદ વડોદરામાં આવતીકાલે પણ સ્કૂલ-કોલેજો બંધ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ભારે વરસાદની આગાહીને પગલે, જિલ્લા કલેક્ટર દ્વારા 1 ઓગસ્ટના રોજ પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આંગણવાડીઓથી માંડીને શાળાઓ અને કોલેજોમાં રજા રહેશે. 10 દિવસમાં આ ચોથી વખત છે જ્યારે વિદ્યાર્થીઓને રજાનો લાભ મળશે, જેથી સલામતી જળવાઈ રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારે વરસાદની આગાહી બાદ વડોદરામાં આવતીકાલે પણ સ્કૂલ-કોલેજો બંધ

Vadodara Rain Update : વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે તારીખ એક ઓગસ્ટના રોજ પણ સ્કુલો કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા આ માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં આંગણવાડીઓથી લઈને સ્કૂલો અને કોલેજો વરસાદની ધ્યાનમાં રાખી બંધ રાખવાનો આદેશ અપાયો છે. આમ 10 દિવસની અંદર ચોથો દિવસ સ્કૂલો કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.