Science & Technology

આર્ટેમિસ 2 મિશન પર અંતરિક્ષયાત્રીઓ કેમ સાથે લઈ ગયા રમકડું? 56 લાખ લોકોના નામ સાથે ખાસ કનેક્શન

By GS Team
7 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની સ્પેસ એજન્સી NASAના આર્ટેમિસ 2 મિશન સાથે જોડાયેલા ચાર અંતરિક્ષયાત્રીઓ ઓરિયન અંતરિક્ષ સ્પેસક્રાફ્ટમાં ચંદ્ર મિશન પર છે. આ ટીમ ચંદ્રની નજીકથી પસાર થશે અને ત્યાં ઉતર્યા વગર પાછા પૃથ્વી પર આવશે. 1972 પછીનું આ પહેલું માનવયુક્ત ચંદ્ર મિશન છે. આર્ટેમિસ 2નું લોન્ચિંગ 2 એપ્રિલે થયું હતું. આ મિશને અત્યાર સુધીમાં સૌથી લાંબા અંતરનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ઘણાં અન્ય રેકોર્ડ પણ બનાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્ટેમિસ 2 મિશન પર અંતરિક્ષયાત્રીઓ કેમ સાથે લઈ ગયા રમકડું? 56 લાખ લોકોના નામ સાથે ખાસ કનેક્શન

Soft Toy in Space: અમેરિકાની સ્પેસ એજન્સી NASAના આર્ટેમિસ 2 મિશન સાથે જોડાયેલા ચાર અંતરિક્ષયાત્રીઓ ઓરિયન અંતરિક્ષ સ્પેસક્રાફ્ટમાં ચંદ્ર મિશન પર છે. આ ટીમ ચંદ્રની નજીકથી પસાર થશે અને ત્યાં ઉતર્યા વગર પાછા પૃથ્વી પર આવશે. 1972 પછીનું આ પહેલું માનવયુક્ત ચંદ્ર મિશન છે. આર્ટેમિસ 2નું લોન્ચિંગ 2 એપ્રિલે થયું હતું. આ મિશને અત્યાર સુધીમાં સૌથી લાંબા અંતરનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ઘણાં અન્ય રેકોર્ડ પણ બનાવ્યા છે.

‘રાઇઝ’ નામનું રમકડું બન્યું મિશનનું મેસ્કોટ

આ મિશનમાં એક નાનું નરમ રમકડું પણ અંતરિક્ષયાત્રીઓ સાથે મોકલવામાં આવ્યું છે. તેનું નામ ‘રાઇઝ’ છે, જે વિશ્વભરના લાખો લોકોની લાગણીઓ અને સપનાઓને ચંદ્ર સુધી લઈ જતું મિશનનું મેસ્કોટ છે.

ઝીરો ગ્રેવિટી ઇન્ડિકેટર તરીકે કામ કરે છે ‘રાઇઝ’

વાસ્તવમાં ‘રાઇઝ’ એક ઝીરો ગ્રેવિટી ઇન્ડિકેટર છે. અંતરિક્ષયાત્રીઓ તેને સાથે લઈ જાય છે જેથી તેઓ જાણી શકે કે સ્પેસક્રાફ્ટ ક્યારે સ્પેસમાં પહોંચી ગયું છે. સ્પેસક્રાફ્ટ જ્યારે પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિની બહાર નીકળી જાય છે ત્યારે આ ઇન્ડિકેટર હવામાં તરવા લાગે છે. એ દર્શાવે છે કે સ્પેસક્રાફ્ટ હવે સ્પેસમાં છે. આવા ઉપકરણો પ્રતીકાત્મક મહત્ત્વ પણ ધરાવે છે.

વિશ્વભરમાંથી મળેલી ડિઝાઇનમાંથી પસંદગી

28 માર્ચે અંતરિક્ષયાત્રીઓએ ‘રાઇઝ’ને વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેની પસંદગી 50થી વધુ દેશોમાંથી મળેલી હજારો એન્ટ્રીઓમાંથી કરવામાં આવી હતી. NASAને કેલિફોર્નિયા માઉન્ટેન વ્યૂ શહેરના ત્રીજા ધોરણના વિદ્યાર્થી લુકાસ (8)ની ડિઝાઇન પસંદ આવી હતી. આ ડિઝાઇન એપોલો 8 મિશનના પ્રસિદ્ધ ‘અર્થરાઇઝ’ને સમર્પિત છે.

ખાસ લેબમાં બનાવાયું હલકું અને નરમ રમકડું

‘રાઇઝ’ને મેરીલેન્ડ સ્થિત ગોડર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરની થર્મલ બ્લેન્કેટ લેબમાં ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. તે ખૂબ હલકું અને નરમ છે જેથી સ્પેસમાં સરળતાથી તરતું રહી શકે. આ સાથે જ એને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે એ કોઈની સાથે અથડાય તો પણ કોઈ નુકસાન નહીં થાય અને વાગે પણ નહીં.

લાખો લોકોના નામ સાથે જઈ રહ્યું છે ‘રાઇઝ’

આ રમકડાની એક વધુ વિશેષતા એ છે કે તેમાં એક એસડી કાર્ડ મૂકવામાં આવ્યું છે, જેમાં વિશ્વભરના 56,47,889 લોકોના નામ નોંધાયેલા છે. આ નામો ‘સેન્ડ યોર નેમ વિથ આર્ટેમિસ’ અભિયાન હેઠળ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ રીતે ‘રાઇઝ’ માનવજાતની આશા અને એકતાનું પ્રતિક બની ગયું છે.

આ પણ વાંચો: સેમસંગ યુઝર્સ સાવધાન! બંધ થઈ જશે આ ખાસ એપ, આજે જ બદલી નાખો તમારા ફોનનું સેટિંગ

ચાર અંતરિક્ષયાત્રીઓની ટીમ

આ મિશનમાં Reid Wiseman, Victor Glover, Christina Koch અને Jeremy Hansen સામેલ છે. ક્રિસ્ટીના કોચ ચંદ્ર મિશનનો ભાગ બનનારી પહેલી મહિલા છે જેણે પૃથ્વીથી દૂર સૌથી લાંબી મુસાફરી કરી છે. ગ્લોવર ચંદ્ર મિશન પર જનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન વ્યક્તિ છે.