નાની પણ મહત્વની વાતો

(૧) ડાઇનિંગ ટેબલ પર લંચ અથવા ડિનર કરવાની ટેબલ મેનર્સ
ભોજન કરતી વખતે ટેબલ મેનર્સ મહત્વની હોય છે. ખાવાનું ખાતા ખાતા મોઢામાંથી અવાજ કરવો, પ્લેટમાંથી ખાવાનું બહાર પડવું વગેરે સામાન્ય લાગતું હોય છે. પરંતુ આવી બધી બાબતો જાહેરમાં વધુ મહત્વની હોય છે. જેને ટેબલ મેનર્સ અથવા તો ડાઇનિંગ એટીકેટ્સ અથવા તો ઇટિંગ એટીકેટ્સ કહેવામાં આવે છ.ે
ટેબલ મે ેનર્સની શરૂઆત ઊઠવા-બેસવાથી થતી હોય છે. ખુરશી પર આરામથી અવાજ કર્યા વગર બેસવું. પગ ફેલાવવા અથવા તો પગ હલાવ્યા કરવા જેવી આદતો વ્યક્તિત્વને ઝાંખુ પાડે છે.
ભોજનના ટેબલ પર બધા જ લોકા ખાસ કરીને યજમાન ડિનર ટેબલ પર બેસી જાય અને બધુ ખાવાનું પીરસાઇ જાય પછી જ ખાવાની શરૂઆત કરવી.
ડાઇનિંગ ટેબલ પર બેઠા પછી નેપકિનને ખોળામાં પાથરી દેવો જેથી ખાવાનું ઢોળાય તો નેપકિન પર જ પડે.
ખાતી વખતેમોઢામાંથી અવાજ નીકળવા ન જોઇએ.તેમજ મોઢું બંધ કરીને ખાવું.
નાના-નાના કોળિયા ભરવા જેથી ખાતી વખતે ઓતરાઇ જવાની કે મોઢામાંથી બહાર ખાવાનું ન પડે.
કોણીને ટેબલ પર ટેકવવી નહીં. ટેબલથી દૂર રાખવી.
કોઇના ઘરે જમવા ગયા હોઇએ તો વાનગીઓ પર ટીકા કરવી નહીં, તેમજ ઊણપ કાડવી નહીં.
ડિનર ટેબલ પર મેકઅપ કે પછી વાળ ઓળવા નહીં.
કોઇ ડિશ દૂર રાખી હોય તો પાસે આપવાનું કહેવુંય વાંકા વળીને કે પછી ખુરશી પરથી ઊઠીને લેવુ નહીં,
ખાતી વખતે પ્લેટ અને ચમચાઓ એકબીજા સાથે અથડાઇને અવાજ ન કરે તેનું ધ્યાન રાખવું.
ચમચાની માફક જ પ્લેટ પરની સાઇઝ પરનું પણ મહત્વ હોય છે. ખાસ કરીને નાની પ્લેટ રોટલી, પરાઠા કે બ્રેડ માટે ઉપયોગમાં લેવાની હોયછે. જ્યારે મોટી પ્લેટમાં શાક વગેરે લેવા માટેની હોય છે.
જમી લીધા પછી ઊઠવાની ઊતાવળ કરવી નહીં. અન્ય લોકો ખાસ કરીને યજમાન ઊઠે તેની રાહ જોવી.
કોઇના ઘરે ભોજન માટે ગયા હોઇએ તો વાનગીઓના વખાણ કરવા.
(૨)ફટકડીના ઉપયોગથી અન્ડર આર્મસની દુર્ગંધ દૂર કરવાનો ઉપાય
પરસેવો થવાથી શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય છે. ખાસ કરીને અન્ડર આર્મસમાંથી દુર્ગંધ નીકળવાનું જાહેરમાં શરમજનક બની જતું હોય છે. જેના માટે ફટકડી એક સોંઘો અને સરળ ઘરગત્થુ ઉપાય છે.
ફટકડીમાં સમાયેલા ગુણ ત્વચા પરના બેકટેરિનાને ઓછા કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ત્વચા પર બેકટેરિયા રહેલા હોય છે જે પરસેવાના સંપર્કમાં આવતા દુર્ગંધ પેદા કરે છે. જેથી ગરમીમાં આ સમસ્યા વધુ થતી હોય છે.
અન્ડર આર્મને સાફ કર્યા પછી હલકી ભીની ત્વચા પર ફટકડીને ધીરે-ધીરે રગડવુ. દિવસ દરમિયાન તાજગીનો અનુભવાશે.
ફક્ત અન્ડરઆર્મસ નહીં પરંતુ શરીરના અન્ય હિસ્સાઓ પરની દુર્ગંધ દૂર કરવામાં ફટકડી રામબાણ ઇલાજ છે.
(૩)બેસનથી ચમકાવો ચહેરો
ત્વચાને ચમકીલી કરવા માટે માનુનીઓ વિવિધ નુસખાઓ અજમાવતી હોય છે. બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનોમાં કેમિકલ સમાયેલા હોવાથી ત્વચાને હાનિ પહોંચવાની શક્યતા રહેલી હોય છે. ઘરના રસોડામાં રાખવામાં આવતો બેસન ત્વચાને ચમકીલી કરવા માટે એક ઉત્તમ ઉપાય છે. તેમાં ફક્ત થોડી ચોક્કસ ચીજો ભેળવવાથી ત્વચાને ચમકીલી કરવામાં મદદરૂપ થાય છે.
બેસન અને ચણાનો લોટ
બેસન અને ચણાના લોટનું મિશ્રણ આંતરિક ત્વચાને સાફ કરીને ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. આ નુસખો તૈલીય ત્વચા માટે ખાસ ફાયદાકારક નીવડે છે. તેના ઉપયોગથી મૃત ત્વચા દૂર થાય છે અને ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.
બેસન અને હળદર
બેસનમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે. ચહેરા પર લગાડવાથી કુદરતી ચમક આવે છે. બેસન અને હળદરના મિશ્રણમાં લીબુ ઉમેરવાથી ટેનિંગને દૂર કરવામાં મદદ મળે છે.
બેસન અને કાચુ દૂધ
બેસનમા ંકાચું દૂધ ભેળવીપેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી તે કુદરતી ક્લિન્જર અને મોઇશ્ચરાઇઝરની માફક કામ કરે છે. તે આંતરિંક ત્વચાની પણ સફાઇ કરતી હોવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. તેમજ તે ત્વચા પરની ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ત્વચા નિખરે છે તેમજ મુલાયમ થવાની સાથેસાથે ડાઘ -ધાબા દૂર થાય છે.
બેસન-દહીં-હળદર
બે ચમચા બેસનમાં એક ચમચો દહીં અથવા તો ગુલાબજળ અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર૧૦-૧૫ મિનીટ લગાડી રાખીને રગડી-રગડીને ધોઇ નાખવું. અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરવાથી ફાયદો થાય છે.
- જયવિકા આશર









