Gujarat

અમરેલીમાં મેઘો મૂશળધાર, રાજુલામાં 8 ઈંચ વરસાદ, 76 તાલુકામાં મેઘમહેર

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ અને રાજુલામાં 6.73 ઇંચ વરસાદ પડ્યો. ગીર સોમનાથના ઉનામાં 6.42 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6.18 ઇંચ અને ભાવનગરના મહુવામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. અમદાવાદ શહેરમાં પણ 1.54 ઇંચ વરસાદ નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં મેઘો મૂશળધાર, રાજુલામાં 8 ઈંચ વરસાદ, 76 તાલુકામાં મેઘમહેર

Railfall In Gujarat: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ અને રાજુલામાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 59 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.