World

શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર, 4 ગાર્ડ અને 19 કેદીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

By GS Team
6 Jul 20261 min read
TukuTouch Logo
શ્રીલંકાની રાજધાની કોલંબોની મુખ્ય જેલમાં ડ્રગ્સના ધંધાને લઈ બે ગેંગના કેદીઓ વચ્ચે ગંભીર અથડામણ થઈ. આ હિંસામાં 4 ગાર્ડ અને 19 કેદીઓના મોત થયા, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા 6 વર્ષમાં જેલમાં થયેલી આ સૌથી મોટી હિંસા છે. ઘાયલોને નેગોમ્બો હોસ્પિટલ ખસેડાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શ્રીલંકાની જેલમાં ભયાનક ગેંગવોર, 4 ગાર્ડ અને 19 કેદીના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

Sri lanka Jail Violance : શ્રીલંકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં જેલમાં ફાટી નીકળેલા ગેંગવોરમાં 4 ગાર્ડ અને 19 કેદીઓના મોતના અહેવાલ સામે આવ્યા છે. આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.

શ્રીલંકામાં છેલ્લા 6 વર્ષ કરતાં પણ વધુ સમય બાદ કોઈ જેલમાં ફાટી નીકળેલી આ સૌથી મોટી હિંસા છે. એક અહેવાલ અનુસાર રાજધાની કોલંબોમાં મુખ્ય જેલમાં ડ્રગ્સના ધંધા સંબંધિત બે ગેંગના કેદીઓ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી. હિંસા બાદ ઘાયલોને કોલંબોના ઉત્તરમાં આવેલી નેગોમ્બો હોસ્પિટલ ખસેડાયા હતા.

હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગામથાલે જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં 23 મૃતદેહો લવાયા હતા અને 100થી વધુ કેદીઓ અને ગાર્ડને સારવાર માટે દાખલ કરાયા હતા. ઘણા લોકોને ગોળી વાગી છે જ્યારે અમુક લોકોને માર કાટ અને ગંભીર ઈજાઓ પહોંચી છે.