Baroda

વડોદરા: ઓરસંગ નદીમાંથી અચાનક બહાર આવેલો મગર આધેડને અંદર ખેંચી ગયો

By GS Team
5 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ડભોઇ તાલુકાના પારાગામ નજીક ઓરસંગ નદીકાંઠે માછીમારી કરતા 50 વર્ષીય બજારીયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નાયક પર મગરે હુમલો કર્યો હતો. મગર તેમને ખેંચી જતાં છાતી અને બરડાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું કરુણ મોત નિપજ્યું હતું. મગર મૃતદેહ છોડી જતાં ગ્રામજનોએ બહાર કાઢ્યો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: ઓરસંગ નદીમાંથી અચાનક બહાર આવેલો મગર આધેડને અંદર ખેંચી ગયો

Vadodara: ઓરસંગ નદીના કાંઠેથી મગર આધેડને ખેંચી જતા તેનું મોત નીપજ્યું છે. ડભોઇ તાલુકાના પારાગામના ઓરસંગ નદી કાંઠાની ઘટના બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે.
શનિવારની સાંજે નદી કિનારે આ આઘેડ માછીમારી કરતા હતા ત્યારે મગરે શિકાર કર્યો હતો. આ વિસ્તારમાં વારંવાર મગરના હુમલાની ઘટના છતા લોકો લાપરવાહ થયા છે. ડભોઇ વનવિભાગ પારાગામ, ભાલોદરા,ગામડી જેવા ઓરસંગ નદીના કાંઠે માછીમારી પર પ્રતિબંધ લાદી કડક અમલવારી કરે તે જરૂરી મૃતકનું નામ બજારીયાભાઈ ઉર્ફે દિનેશભાઈ નરસુભાઈ નાયક ગામ-સુગઠ તા-સોઢંવા જી-અલીરાજપુર (મધ્ય પ્રદેશ) જાણવા મળ્યું છે. મોતને ભેટનાર આધેડ પારાગામના ખેડૂત અલ્પેશ ગોવિંદભાઈ બારીયાને ત્યાં મજૂરી અર્થે રહેતો હતો. મગરના હુમલામાં આધેડને છાતી અને બરડાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. મગર આધેડને મોંમાંથી છોડી જતો રહેતા મૃતદેહ બહાર કઢાયો હતો.