ચોમાસામાં ચળકતી જ્વેલરીની સાચવણી

મોન્સૂનમાં ન્સૂનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે જ્યારે ગોલ્ડની જ્વેલરી સ્ક્રેચ અને ધૂળથી ઝડપથી ડેમેજ થવાને કારણે એને મૉઇસ્ચરફી રાખવી પણ જરૂરી છે. એક યુઝર તરીકે કેટલાંક ઇઝી સ્ટેપ્સથી કઈ રીતે જ્વેલરીને બચાવી શાય એ જાણી લો.
જો સિલ્વર જવેલરી હશે તો એ કાળી પડી જવાની સમસ્યા હોય છે. આવામાં એને જવેલર પાસે પૉલિશ કરાવો અથવા ઘરે જ ટૂથપેસ્ટ ઘસીને સાફ કરો. જો ડાયમન્ડ્સ હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ગર્જના બેસ્ટ ફ્રેન્ડસ એવા ડાયમન્સને ભેજની વધુ અસર નથી થતી.
સ્ટ્રૉન્ગ જ્વેલરીને વધુપડતી સંભાળની જરૂરત રહેતી નથી, પરંતુ એને કોઈ ડેમેજ ન થાય એને માટે કેટલીક બાબતાનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે મોતી સિવાયની કોઈ પણ ક્વેલરીને ક્યારેય વેલ્વેટના પાઉચમાં ન મૂકવી. એને પ્લાસ્ટિકના બૉક્સમાં થોડું રૂ રાખીને મૂકવી. વરસાદમાં ડેલિકેટ અને પોલિશ્ડ જ્વેલલરીની બનેત્યાંસુધીપહેરવાનું ટાળવું જોઈએ.
મેટલ્સ વરસાદના પાણીને લીધે કાળી પડી જશે જો પહેરવી જ હોય તો પહેર્યા બાદ એને ફરી કબંર્ડમાં મૂકતાં પહેલાં પૂરી રીતે કોરી કરીને મૂકો, એનું ઘ્યાન રાખવું. સોનું અને પ્લેટિનમ જેવી ધાતુઓને વધુપડતી કેર કરવાની જરૂર નથી પડતી, પરંતુ સિલ્વર જ્વેલરી ચોક્કસ કાળી પડી જાય છે. ચોમાસામાં ચાંદી કાળી પડી જાય છે અને લાંબા સમયે કાટ પણ લાગી શકે છે. માટે એની વધુ સંભાળ જરૂરી છે.
મોતીના દાગીનાઓને એક સેપરેટ બૉક્સમાં રાખવા જોઈએ. સ્ટોન અને ગોલ્ડ કે સિલ્વરની જવેલરી સાથે મોતી ન રાખવો, કારણ કે આમ કરવાથી એના પર સ્કેચ પડવાનો ભય રહે છે. મોતી અને કૉરલના સ્ટોનની ચોમાસામાં ખાસ કેર કરવી પડેછે. આ સીઝનમાં આ બે પ્રેશિયસ સ્ટોનને લૉકરમાં મૂકીને ભૂલી જશો તો નહીં ચાલે. એના પર વાતાવરણની અસ૨ થઈને કોઈ કેમિકલ પ્રોસેસ ન થાય એને માટે નિયમિતપણે એને સાફ કરતા રહેવું.
જ્વેલરી પર જેટલા પૈસા ખર્ચવામાં આવે છે એ જોતાં એને પ્રોટેક્ટ કરવામાં પણ થોડી વધુ મહેનત કરવામાં આવે એ વાત વાજબી લાગે છે. બેસ્ટ મેથડ એટલે ક્વેલરીના બોક્સમાં સિલિકા જેલ રાખવાથી એ કોઈ પણ વધારાના ભેજને શોષી લે છે. આ પ્રકારના સિલિકાનાં પેકેટ્સ મોટા ભાગે નવી હેન્ડબંગ અથવા જૂતાં ખરીદીએ ત્યારે એની અંદર જોવા મળે છે. બીજી વાત એ કેજ્વેલરીને એરટાઇટ પ્લાસ્ટિકનાં બોક્સ અથવા ઝિપ લૉક બૅગમાં રાખવાથી એમાં હવા કે ભેજ નીં પ્રવેશી શકે.
હવે કેટલીક બ્રેસ પણ જ્વેલરી રાખવા માટેનાં ટાઈટ કન્ટેનર્સ અને બૉક્સિસ બનાવતી થઈ છે. જે જ્વેલરીને હવા તેમ જ ધૂળથી દૂર રાખે છે. આવા વેક્યુમ ટાઇટ કન્ટેનર્સનો ઉપયોગ ઍન્ટિક અને મોંઘી ઘડિયાળો સ્ટોર કરવા માટે થતો હોય છે.
છેલ્લે ભલે જવેલરીને સાચવવા માટેની કોઈ પણ મેથડ પસંદ કરો, થોડા-થોડા દિવસે જ્વેલરીને ચેક કરતા રહેવું અને જો ભેજ લાગ્યો હોય અથવા ડેમેજ થયાની કોઈ પણ નિશાની દેખાય તો તરત જ એની ટ્રીટમેન્ટ કરો.









