ટાઈગરની ફિલ્મમાં નુસરત અને પશ્મિના રોશનની પણ એન્ટ્રી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : ટાઈગર શ્રોફની મુખ્ય ભૂમિકા ધરાવતી આગામી ફિલ્મમાં નુસરત ભરુચા અને પશ્મિના રોશનની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મનાં કાસ્ટિંગમાં પહેેલેથી જ અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ સામેલ છે. રેમો ડિસોઝા આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે.
નુસરત અને પશ્મિના પહેલી જ વાર સ્ક્રીન પર સાથે દેખાશે અને બંને પહેલીવાર ટાઈગર શ્રોફ સામે કાસ્ટ કરાયા છે. ફિલ્મનું શૂટિંગ તા. પહેલી ઓગસ્ટથી શરુ થઈ ગયું છે.
ફિલ્મની વાર્તા વિશે હજુ સુધી કોઈ વિગતો જાહેર કરી નથી. ફિલ્મનું ટાઈટલ પણ હજુ નક્કી કરાયું નથી. ટાઈગર શ્રોફ પાછલાં કેટલાયં વર્ષોથી સતત ફલોપ ફિલ્મો આપી રહ્યો છે. બીજી તરફ હૃતિક રોશનની કઝીન પશ્મિના પણ ફિલ્મી પરિવારમાંથી આવતી હોવા છતાં હજુ સુધી કેરિયરમાં કશું નોંધપાત્ર હાંસલ કરી શકી નથી.









