Sahiyar

પ્રાથમિક સારવાર ભાગ-2

By GS Team
6 Jul 20263 mins read
પ્રાથમિક સારવાર ભાગ-2

આરોગ્ય સંજીવની
અચાનક જ મચકોડ આવી ગયો હોય તો તેવી પરિસ્થિતિમાં શું કરશો ?
મચકોડ સમયે :
(૧) ઇજાગ્રસ્ત ભાગને ઝોળી વડે ટેકો આપવો.
(૨) ઠંડા પોતા મુકવા.
બેભાનાવસ્થા : દર્દીના મગજ તથા જ્ઞાાનતંતુની સામાન્ય ક્રિયાઓમાં અવરોધ આવે તો દર્દી ભાન ગુમાવી દે છે. જેને બેભાનાવસ્થા કહેવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં :
(૧) દર્દીને આરામદાયક પરિસ્થિતિમાં ગોઠવી, માથું એક પડખે રાખવું.
(૨) દર્દીનો શ્વાસ રૃંધાતો નથી તેનું ધ્યાન રાખવું.
(૩) જરૂર પડે તો કૃત્રિમશ્વાસોચ્છવાસ આપવો.
(૪) રક્તસ્ત્રાવ થતો હોય તો તેને બંધ કરવો.
(૫) ફ્રેક્ચર થયું હોય તેવું લાગતું હોય તો તે ભાગને ખપાટિયા વડે ટેકો આપી સ્થિર કરવો.
(૬) દર્દીને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવી.
(૭) દર્દીને મોં વાટે કઈ આપવું નહીં.
વાઈ, ખેંચ :
આ રોગમાં આખું શરીર ખેંચાય છે. હાથ પગ ખેંચાઈ જાય છે. બેભાન થઈ જવાય છે. ડોળા ઉપર ચઢી જાય છે. મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર જીભ કચડાઈ જાય કે કપડામાં પેશાબ પણ થઈ જાય છે.

  • હુમલો એકથી બે મિનિટ ચાલે પછી દર્દી શાંત થઈ જાય છે.
    આવા સમયે શું કરી શકાય ?
    (૧) દર્દીને પડખાભેર સુવડાવવો.
    (૨) મોઢામાં રૂમાલ, જેવી પોચી વસ્તુઓ ભરાવો જેથી જીભ કચડાય નહીં.
    (૩) દર્દીને વાગી ન જાય તેનું ધ્યાન રાખો.
    શું કરશો ?
    (૧) દર્દીનાં જડબાને જોરથી ખોલવાની કોશિશ કરવી.
    (૨) ચમચી જેવી સખત વસ્તુઓ મોઢામાં નાખવી નહીં.
    (૩) ડુંગળી કે ચંપલ સુંઘાડવું નહીં.
    ઝેર અને તેની સારવાર
  • દર્દીના ધબકારા તથા શ્વાસ બરાબર ચાલે છે કે નહીં જુઓ.
  • દર્દી ભાનમાં છે કે બેભાન તે જુઓ.
  • દર્દીએ કઈ વસ્તુ મોં થી લીધી છે તે જાણવાનો પ્રયાસ કરો.
  • દર્દીનું મોં કે જીભ શક્ય તો દાઝી ગયું છે કે નહીં તે તપાસો.
  • જો દર્દી ભાનમાં હોય અને તેનું મોઢું કે હોઠ દાઝેલા હોય તો તેને ઉલટી કરાવવી.
  • દાઝેલા જણાય તો ઉલટી કરાવવાનો પ્રયત્ન કરવો નહીં.
  • બેભાન થયો હોય એવું જણાય તો તેને ઉલટી કરાવવી નહીં. માથું એક બાજુ રાખી ઊંધો સુવડાવવો.
  • તાત્કાલિક દવાખાને ખસેડવાનો પ્રયત્ન કરો.
    સર્પદંશ :
  • દર્દીને સાંત્વના આપો.
  • ઝેર શરીરમાં ન ફેલાય તે માટે ડંખના ઉપરના ભાગે મજબૂત પાટો કે ઇલાસ્ટિક બેંડેજ બાંધવો. દર દસ મિનિટે તેને અડધી કે એક મિનિટ માટે ઢીલો કરવો.
  • ઘા ની આજુબાજુ સ્ટરીલાઈઝડ બ્લેડ વડે થોડા કાપ પાડીને લોહીને વહેવા દેવું જેથી ઝેર બહાર નીકળી જાય, ઝેર ચૂસવાનો પ્રયત્ન જોખમી બની શકે છે તેથી તેને કરવો નહીં.
    ડૂબી જવું : દર્દી કોઈપણ કારણોસર પાણીની અંદર જતો રહ્યો હોય અને તેને બહાર કાઢીએ ત્યારે કરવા જેવી બાબતો
  • મોઢું-ગરદન સાફ કરવા, મોઢું એકબાજુ રહે તે રાખીને ઊંધો સૂવડાવવો. પેટ નીચે ચાદર કે ટુવાલ ગડી વાળીને રાખી પીઠ ઉપર દબાણ આપવું જેથી પેટમાંથી અને છાતીમાંથી શક્ય હોય તેટલું પાણી બહાર નીકળી જાય.
  • જરૂર પડે તો કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપવું.
    ગાળાનું રૃંધાવું (ચોકિંગ) : ઘણીવાર નાના બાળકોમાં રમતમાં નાકમાં કોઈ વસ્તુ જતી રહે અને તેનાથી શ્વસનમાર્ગમાં અવરોધ પેદા થાય છે, જે જીવલેણ પણ બને છે.
    ઉપાય : (૧) બાળકને પગથી ઊંધું પકડવું અને તેનું પેટ, છાતી, પગ, ઉપર રહે તે રીતે રાખી પીઠ ઉપર ધબ્બો મારવો.
    (૨) મોટી ઉંમરના વ્યક્તિમાં વ્યક્તિની પાછળ ગોઠવાઈને તેના પેટની ઉપરની બાજુએ જોરથી ઝટકાથી દબાણ આવવાથી ફેફસામાં એકદમ દબાણ આવવાથઈ ફસાયેલ વસ્તુ બહાર નીકળી શકે છે.
    બળવા કે દાઝવાથી થતી ઇજાઓ :
  • માણસનાં કપડા સળગી ઊઠે ત્યારે કમળો કે ધાબળો જેવી વસ્તુ લઈ તેની આસપાસ વીંટળી દઈ તેને જમીન ઉપર ચત્તો સુવડાવી દેવો અને આમ કરીને બળતું બુઝાવી દેવું.
  • જો કોઈ માણસનાં પોતાનાં કપડાં સળગી ઉઠયા હોય તો તેણે જમીન પર સૂઈ જઈ ગોળ-ગોળ આળોટવું અને નજીકમાં કાંઈ કપડું કે પાણી દ્વારા આગ બૂઝવવાનો પ્રયત્ન કરવો. બહાર ખુલ્લી હવામાં ધસી જવું નહીં.
    દાઝી ગયેલ વ્યક્તિની પ્રાથમિક સારવાર :
    ૧) જરૂર ન હોય તો દાઝેલા ભાગને અડવું નહીં.
    ૨) બળેલા કપડાં-શરીરને ચોંટી ગયેલ કપડા કાઢવા.
    ૩) દાઝેલા ભાગ ઉપર ઠંડુ પાણી રેડવું.
    ૪) આઘાતની સારવાર કરવી.
    ૫) જો રાસાયણિક પદાર્થોથી બળવાનું બન્યું હોય તો બળી ગયેલા ભાગ ઉપર છૂટથી પાણી રેડવું.
    ૬) ફોલ્લા ફોડવા નહીં.
    ૭) દાઝ્યા ઉપર ધૂળ નાખવી નહીં.
    અન્ય ઇજાઓ :
    (૧) આંખમાં કંઈ કણું કે કચરો પડયો હોય તો સુવડાવી આંખોનાં પોપચાં ઉપર-નીચે ખેંચી આંખો સ્વચ્છ પાણી વડે સાફ કરવી.
    (૨) આંખમાં રસાયણ, જેવી જલદ વસ્તુ વડે તો તુરંત વારંવાર પાણીથી સાફ કરવાથી ફાયદો થાય છે.
  • જ્હાનવીબેન ભટ્ટ