સોશિયલ મિડિયામાં ફેક એકાઉન્ટની સતામણી

ફેસબુક જેવી સોશિયલ સાઈટ જે રીતે તમને તમારા જૂના મિત્રો, સંબંધીઓ અને સમાજમાં બનતી ઘટનાની માહિતી આપતી રહે છે, તે જ રીતે તમે તેની પર ફેક આઈડી બનાવીને ખૂબ આનંદ પણ માણી શકો છો.
તમે એવું બિલકુલ ન વિચારો કે મજા માત્ર યુવા પેઢી જ લઈ શકે છે. તમે પરિણીત કે પછી મોટી ઉંમરના હો તેમ છતાં પણ તમે આ પ્રકારની સાઇટનો ભરપૂર આનંદ લૂંટી શકો છો, એટલે કે દરેક ઉંમરના લોકો તેને એન્જોય કરી શકે છે.
તાજેતરમાં જ એક ૭૫ વર્ષની વૃદ્ધાએ ૨૫ વર્ષના યુવક સાથે પોતાની ઉંમર છુપાવીને ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી. તેણે એવું એટલા માટે કર્યું કારણ કે તે સ્વયંને એકાકી અનુભવી રહી હતી. ફેસબુક પર ચેટિંગમાં બંને કલાકો સુધી સમય પસાર કરતા હતા, પરંતુ જ્યારે મળવાની વાત આવી ત્યારે વૃદ્ધાએ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું, પરંતુ તે પહેલાં તો તેણે આ માધ્યમથી ભરપૂર આનંદ ઉઠાવ્યો.
આજના દોડધામભર્યા જીવનમાં કોઈની પાસે એટલો સમય નથી કે પોતાના મિત્રોને મળવા જઈ શકે. હવે તો એવી સ્થિતિ આવી ગઈ છે કે કોઈ મિત્રના પ્રોબ્લેમની જાણ થવા છતાં પણ તેને મેલ, ફેસબુક અથવા તો વોટ્સએપના માધ્યમથી જ સલાહ આપવામાં આવી રહી છે.
આજના ઈ જમાનામાં તો તમે જ વિચારી જુઓ કે ફેસબુક પર ફેક આઈડી કેટલું આનંદપ્રદ હશે.
બે વ્યક્તિ વચ્ચે ઈ માધ્યમથી જેમ કે ફેસબુક, ઈ-મેલ વગેરેથી જે સંબંધ સ્થપાય છે તેને ઈ મિત્રતા કહેવામાં આવે છે. આ સંબંધમાં વ્યક્તિ એકબીજાને ઈ માધ્યમથી જ પહેલાં તો જુએ છે અથવા તો બની શકે કે માત્ર શબ્દોના માધ્યમથી જ મિત્રતાને આગળ વધારે. ઘણીવાર આ મિત્રતા જીવનસાથી બનવા સુધીનું રૂપ પણ લઈ શકે છે.
ફેક ઈ મિત્રતા કરવી ખૂબ જ સરળ છે. તેમાં પોતાનું નામ અને ઓળખ છુપાવીને રાખો. ફેસબુક પર ન્યૂ એકાઉન્ટ બનાવવા માટે નામ, ઈ મેલ આઈડી, જન્મ વર્ષ, સેક્સ વગેરે વિશે માહિતી માંગવામાં આવે છે. ફેક ઈ મિત્રતા માટે બધી જ માહિતી ખોટી આપો નહીં તો તમારી એક ભૂલ જ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
જો તમે ટ્રેનમાં મુસાફરી દરમિયાન એકલતા અનુભવી રહ્યા છો તો આ સ્થિતિમાં તમારી આ મિત્રતા ખૂબ કામ આવી શકે છે. તરત તમારું લેપટોપ ઓન કરો અને જોડાઈ જાઓ તમારા ઈ મિત્ર સાથે. આ ચેટમાં તમે તમારા દિલમાં છુપાયેલી અનેક વાતો શેર કરી શકો છો અથવા તો તમે તેની લાઈફસ્ટાઈલ વિશે પૂછી શકો છો.
તમારા આ પ્રશ્નો જોઈને તે પણ તમારા વિશે જાણવાનો પ્રયત્ન કરશે, જેથી વાતોનો સિલસિલો લંબાશે અને તમારો સમય પસાર થઈ જશે, પરંતુ ધ્યાન રાખો કે તમારે તમારી સાચી ઓળખ જણાવવાની નથી નહીં તો પૂરી બાજી ચોપટ થઈ જશે.
ઈ મિત્રતામાં જરૂરી નથી કે તમે માત્ર મિત્રતા પર જ હંમેશાં ચર્ચા કરતા રહો કારણ કે આમ કરવાથી તમે કંટાળો અનુભવશો. દરરોજ એક જેવી જ વાતો તમારા ઉત્સાહમાં ઘટાડો કરશે, તેથી સારું એ રહેશે કે તમે કરંટ ટોપિક અથવા કોઈ અન્ય વિષય પર ચર્ચા કરો. આમ કરવાથી તમને કોઈ નવી બાબતની જાણકારી પણ પ્રાપ્ત થશે.
આમ કરવાનો લાભ એ થશે કે તમને સામેની વ્યક્તિના જનરલ નોલેજની પણ જાણ થશે, પરંતુ તે તેમાં કમજોર નીકળે તો તમે ક્યારેય આનંદ લેવા માટે તેની આ કમજોરી પર તેની મજાક પણ ઉડાવી શકો છો અને જો તે આ વાતમાં સ્ટ્રોંગ નીકળ્યો તો તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકશે.
ઈ મિત્રતાથી ઉત્સાહ જળવાઈ રહે છે. તેનાથી આપણે એકબીજાને માત્ર મેસેજથી અથવા તો ફોટાથી ફીલ કરી શકીએ છીએ. આ સ્થિતિમાં જો આપણને વચ્ચેવચ્ચે સામેથી મેસેજ મળતો રહે તો આપણને કામ કરવાની ઊર્જા મળતી રહે છે. એમ કહેવાય કે આપણા ફ્રી સમયને ઈ મિત્ર સાથેની વાતોથી રસપ્રદ બનાવી શકીએ છીએ.
ઉદાહરણ રૂપે જોઈએ તો જો તમે એક પરિણીત યુવતી છો અને તમે તમારા મિત્રોને જણાવ્યું હોય કે તમે માત્ર ૨૨ વર્ષના જ છો તો વિચારો આ મિત્રતામાં જે યુુવાની સંબંધિત વાતો થશે તેનાથી તમને તમારા જૂના દિવસો ફરીથી યાદ આવી જશે. આમ થવાથી તમારો જીવન પ્રત્યેનો ઉત્સાહ પણ જળવાઈ રહેશે.
એક વાત તો સાચી છે કે લગ્ન થઈ ગયા પછી પણ મનમાં અનેક પ્રકારના વિચાર આવતા રહે છે, પરંતુ જેમજેમ લગ્નજીવનના વર્ષો પસાર થતા જાય છે, તેમતેમ પતિપત્ની એકબીજાને સમય નથી આપી શકતા, જેના કારણે જીવનમાં ખાલીપો લાગે છે, પરંતુ જો તમે ઇચ્છો છો કે તમારામાં પહેલાં જેવી ઊર્જા જળવાઈ રહે તો પછી કરો ઈ મિત્રતા અને તમારા ઉત્સાહને જાળવી રાખો.
જો તમે કોઈ રિલેશનશિપમાં છો, પરંતુ તેમ છતાં પણ તમને શારીરિક સુખ પ્રાપ્ત કરો. મિત્રને શબ્દોના માધ્યમથી એવા સંદેશા મોકલો, જેના કારણે તે પણ પોતાની લાગણીને કંટ્રોલ ન કરી શકે અને તમને મોકલી આપે ખૂબ સારા હોટ મેસેજ. આમ થવાથી તમને જે સુખ પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી તે તમારા ઈ મિત્ર પાસેથી પ્રાપ્ત થશે.
જો તમે તમારા જીવનમાં તમારા બોયફ્રેન્ડ અથવા તો પતિની હાજરી હોવા છતાં પણ કોઈ એવો સંબંધ બનાવવા ઇચ્છતા હો, જેમાં તમારો ટાઈમપાસ પણ થઈ જાય અને તમને સમયસર સાચી સલાહ પણ મળતી રહે તો તમારે તમારી ઓળખ છુપાવીને રાખવી પડશે. આ મિત્રતામાં તમે તમારા ઈ પાર્ટનર સાથે વાતોને ફેરવીને તમારા પ્રોબ્લેમને શેર કરી શકો છો.
તે જ્યારે પૂછે કે તમે આ વાત શા માટે જાણવા ઇચ્છો છો તો તે સમયે કોઈ બહાનું બનાવી દો. કોઈ ને કોઈ સોલ્યુશન તો મળી જ જશે.
પરંતુ જો તમે તમારું નામ તથા પરિચય આપી દીધો હશે તો આ સમયગાળા દરમિયાન તમારી મિત્રતા વધારે દિવસ સુધી ન ટકી શકી તો આ સ્થિતિમાં તમારી તેની સાથે શેર થયેલી બધી જ પર્સનલ વાતોનો ખુલાસો તમારા પરિવાર સામે થઈ શકે છે, જે તમને ખૂબ જ મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી અસલી ઓળખ છુપાવીને જ મિત્રતા ટકાવી રાખો.
જો તમારો પતિ કે બોયફ્રેન્ડ દિલફેંક હોય અને તેણે તમને દગો આપ્યો હોય તો તમે તેને ફેસબુક પર ફેક આઈડી બનાવીને મજા ચખાડી શકો છો. તમે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલો. છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ જોતા જ તે એક્સેપ્ટ કરી લેશે અને ત્યાર પછી અહીં જ શરૂ થશે વાતોનો સિલસિલો. જ્યારે વાતોનો સિલસિલો દિલના ઊંડાણ સુધી પહોંચવા લાગશે ત્યારે એક દિવસ તેને મળવા માટે કોઈ હોટલ અથવા પાર્કમાં બોલાવી લો, પરંતુ તમારા બદલે કોઈ અન્યને મોકલી દો. જ્યારે તે આ છોકરીને જોશે ત્યારે તેના હોશ ઊડી જશે, સાથેસાથે તેને પોતાની જાત પર પણ ગુસ્સો આવશે. શક્ય છે કે આ દરમિયાન તે તેને બેચાર વાતો પણ સંભળાવી દે, પરંતુ આ ઘટનાથી તમારા દિલને ખૂબ સંતોષ મળશે અને તમારા પતિ કે બોયફ્રેન્ડને સબક મળશે.
જો તમારો મિત્ર તમને તમારો પ્રોફાઈલ ફોટો મૂકવા માટે કહે તો પહેલાં તેને ટાળવાનો પ્રયત્ન કરો, પરંતુ જો તે ન માને તો તમારા બાળપણનો ફોટો મૂકી દો. આમ કરવાથી તમારી ઓળખ છૂપી રહેશે. જો તમને તમારો તાજેતરનો ફોટો મૂકવા માટે કહે તો તેને તમારા ફ્રેન્ડ લિસ્ટમાંથી બ્લોક કરી દો.
ધ્યાન રાખો કે ઈ પાર્ટનર સાથે ભાવનાત્મક જોડાણ ન રાખો, ભલેને તે તમારી સાથે રાખતો હોય કારણ કે આ મિત્રતા માત્ર થોડા સમય માટે જ બનાવવામાં આવી છે. વધારે પડતો ભાવનાત્મક સંબંધ તમને તમારા પરિચયથી દૂર કરી શકે છે.
તો પછી રાહ શેની જુઓ છો? ફેસબુક પર બનાવી લો તમારું ફેક આઈડી અને પછી લો તેની મજા પણ તેના સારા નરસા પરિણામને ધ્યાનમાં રાખીને.









