સ્તનના રોગ : તાત્કાલિક ઈલાજ કરાવો

સ્તન અંગેનાં વિવિધ રોગો અને તકલીફના ઉપચાર-ઇલાજ માટે જાતજાતના દર્દીઓ મારી પાસે આવતાં હોય છે. મોટા ભાગની યુવતીઓ રડતી આવતી હોય છે. આ બધા દર્દીઓમાંથી પણ અમુક દર્દીઓની તકલીફ વિશિષ્ટ પ્રકારની હોય છે, જે ક્યારેય ભૂલી શકાતી નથી.
સ્તન અંગેનાં જાતજાતનાં રોગો અને તકલીફ માટે ઉપચાર--ઇલાજ માટે જાતજાતના દર્દીઓ મારી પાસે આવતાં હોય છે. મોટા ભાગની યુવતીએ આ માટે રડતી આવતી હોય છે. આ બધા દર્દીઓમાંથી પણ અમુક દર્દીઓની તકલીફ વિશિષ્ટ પ્રકારની હોય છે, જે ક્યારેય ભૂલી શકાતી નથી. આવા દર્દીઓની ઘણી લાંબી સૂચિમાંથી થેાડાક અનુભવો રજૂ કર્યાં છે. જો કે દર્દીઓ અંગેની ચર્ચા પણ વાચકોને ઘણી જ ઉપયોગી છે.
(૧) મુંબઈના પલ્લવીબહેન ખૂબ રૂપાળાં, ઉંમર ફક્ત ૨૫ વર્ષ. એક વાર મારા મુંબઈના ચર્નીરોડવાળા દવાખાને આવ્યાં. તકલીફ પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રથમ પ્રસૂતિ બે વર્ષ પહેલાં થઈ હતી. ત્યાર બાદ સ્તન ભારે થઈ લટકતા ગયા. બાળક છ માસનું થતાં સ્તનપાન છેડાવી દીધું હતું, છતાંય સ્તન તેના મૂળ આકારમાં ન આવતાં લટકતાં જ ગયા. ઉપરાંત સ્તનમાં બિલકુલ સંવેદન ન હતું. સ્તન પર ગમે તેટલું વજન આપો કે સ્તનને મસળો, નિપલ દબાવે, પરંતુ તેમને જરાપણ ખબર ન પડે. પલ્લવીબહેન બિચારાં આ તકલીફ માટે ખૂબ દુ:ખી. એક તો આટલી નાની ઉંમરમાં સ્તન લટકી જવાને કારણે સૌંદર્ય હણાય. કપડાં પહેરવામાં તકલીફ પડે. સાથે સ્તનમાં સંવેદન ન રહેતાં તેમને જાતીયસંબંધી તકલીફ ઊભી થાય પરિણામે તેમના પતિદેવ તેમની ઉપેક્ષા કરવા લાગ્યા. તેમના પતિ ધીમે ધીમે ખીજી-ત્રીજી છોકરી સાથે ફરવા લાગ્યા તથા વૈશ્યાગમન પણ કરવા લાગ્યા. ઘરમાં ઝઘડો શરૂ થયો ત્યારે તેમના પતિએ છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી. પલ્લવીબહેન મૂંઝાયાં તથા મારી પાસે આવ્યાં.
મેં તેમને તપાસવા માટે બ્લાઉઝ અને બ્રા ઉતારવાનું કહ્યું, તેમણે બ્રા કાઢતાં જ બંને સ્તન છાતીને બદલે પેટ તરફ મને લટકેલા જોવા મળ્યાં અને બંને સ્તન ખૂબ ભારે હતાં. જે તેમની ઉંમર જોતાં, મારા માટે કલ્પના બહારનું હતું મેં તેમને તપાસ્યા. જુદી જુદી જગ્યાએથી માપ લઈ નાંખ્યું તથા ખાવાની દવાઓ, માલિશ માટે તેલ વગેરે આપ્યું. તેલનું માલિશ ક્યારે અને કંઈ પદ્ધતિથી કરવું વગેરે સમજાવી આશ્વાસન આપી વિદાય કર્યાં. એક મહિના બાદ તેઓએ આવીને થોડા સંતોષપૂર્વક જણાવ્યું કે મને થોડો ફાયદો લાગે છે. સ્તન થોડા નાના બન્યા છે તથા સ્તનમાં છેલ્લા ૧૫ દિવસથી થોડું સેન્સેશન થાય છે. ફાયદો થતાં તેમની ધીરજ વધી. ત્રણ મહિના બાદ તેમનાં સ્તનનું કદ ૧.૧/૨ ઈંચ ઓછું થયું હતું તેથી સ્તન થોડાં ઊંચાં લાગતાં હતાં કારણ કે સ્તનના ભારને લીધે તે વધુ લટકેલા હતા. સાથે નીચેથી ઉપરની તરફ માલિશની જે પદ્ધતિ બતાવી તેનાથી સ્તન ૧/૨ ઇંચ જેટલાં ઊંચા થયાં હતાં, પરંતુ ત્રણ માસમાં સ્તનોનું સ ંવેદન પૂરેપૂરું આવી ચૂક્યું હતું. તે તેમના મન તો સૌથી સંતોષની વાત હતી. હાલ પણ તે ધીરજથી દવા કરે છે.
(૨) નડિયાદની ૨૦ વર્ષની હેમા નામની છોકરીને એક વાર મારા અમદાવાદના દવાખાને તેની મમ્મી તથા માસી મારી પાસે લઈને આવ્યાં. હેમાને ફક્ત ડાબુ સ્તન ઊપસેલું હતું, જ્યારે જમણું સ્તન ન હતું, બલકે તેની જગ્યાએ ખાડો હતો. હેમા તથા બિચારાં ખૂબ મૂંઝાય. તેમને તેના લગ્નની ચિંતા થાય કે આ છોકરીને કોણ રાખશે ? પૂછપરછ કરતાં મને તેની મમ્મીએ જણાવ્યું કે ત્રણ માસની હતી ત્યારે હાથમાંથી પડી ગઈ હતી. તે સમયે ટેબલનો ખૂણો તેને જમણા સ્તનની જગ્યાએ વાગ્યો હતો. ત્યારે લોહી પણ નીકળ્યું હતું અને દવાખાનામાં દાખલ પણ કરવી પડી હતી. ડોક્ટરે તે સમયે જણાવેલ કે તેની પાંસળીઓ દબાઈ ગઈ છે. ત્યારથી આ ખાડો છે. ઉંમર વધતા ખાડો મોટો થતો ગયો છે, પરંતુ તે જગ્યા પર સ્તનનો ઉભાર ન થયો.
મેં તેને તપાસી કહ્યું કે આની દબાયેલી પાંસળીઓનો વિકાસ તો હવે ન જ થઈ શકે, પરંતુ તેની પરના ચરબીના કોષો તથા સ્તનની સુષુપ્ત રહી ગયેલી, દુગ્ધગ્રંથિઓ તથા દુગ્ધનલિકાઓને પોષણ મળે તેવી દવાઓ આપીએ તો સ્તન ઊપસે. જો કે આ ઉપચાર ઘણો લાંબો ચાલશે. તેઓ તો ડૂબતો માણસ તરણું પકડે એ ન્યાયે એકદમ બોલી ઊઠવા : અરે! જો તેને સારું થાય તો તમને અમે ભગવાન માનીશું. મેં ડાબા સ્તનનું માપ તથા બીજા જરૂરી માપો લઈ નોંધ્યાં. દવા તથા માલિશ માટે તેલ આપ્યું. માલિશ કરવાની પદ્ધતિ બતાવી. ખોરાક લેવા અંગેનાં સૂચનો કર્યાં. લગભગ ત્રણ માસ પછી તેનો ખાડો સંપૂર્ણ પુરાઈ ગયો હતો. જો કે હજી છાતીથી ઉપરની સપાટી પર સ્તનનો ઉભાર નહોતો થયો. કારણ હજી ખાડાની અંદર સ્તન વધ્યું હતું. જમણું સ્તન વધારવાની સાથે સાથે મારે તેનું ડાબું સ્તન ન વધે તેનું પણ ધ્યાન રાખવાનું હતું. લગભગ એક વર્ષ સુધી હેમાએ ધીરજપૂર્વક દવા કરાવી. એક વર્ષના ઉપચાર-ઇલાજ બાદ તેના બંને સ્તન સામાન્ય થઈ ગયાં, જેને જોઇ કોઈપણ વ્યક્તિ માની ન શકે કે આને આવી તકલીફ હતી.
(૩) સપાટ કે નાના સ્તન હેાય તેવી કેટલીક છોકરીઓ અને યુવતીઓના કેસની ચર્ચા આગળનાં પ્રકરણોમાં તો કરી જ છે, પરંતુ હમણાં છ માસ પહેલાં સુરતના મારા લાલ દરવાજાના દવાખાને મારા એક ભારે સ્તનના દર્દી તેમની ભાણીને લઈને આવ્યા. તેમની ભાણી ફાલ્ગુનીની ઉંમર ફક્ત આઠ વર્ષની અને તેનાં બંને સ્તનનો વિકાસ છેલ્લા છ માસથી ખૂબ સારો થયેલો. એ જોતાં આઠ વર્ષની બેબીના સ્તન લગભગ ૧૩-૧૪ વર્ષની ઉંમરની છોકરી જેટલા વિકાસ પામેલા. આ પણ એક મોટો ચિંતાનો વિષય હતો. ફાલ્ગુની બિચારી એકદમ અબૂધ. તેના વડીલોને તે ચિંતા કે આમાં હોર્મોન્સની કંઈ ગરબડ છે કે શું? સ્તનના આટલો બધો વિકાસ છે તો કદાચ તે એમ.સી (માસિકધર્મ) પણ વહેલી બેસશે કે શું? જો કે ચિંતાનું કારણ તો હતું જ. મેં તેમને હોર્મોન્સના ટેસ્ટ માટે કોઈ સારા ડોક્ટરની સલાહ લેવાનું સૂચવ્યું. સાથે સાથે દવા ન આપતાં શરૂઆતમાં માલિશ માટે તેલ જ આપ્યું. બીજે મહિને તેઓ બધા ટેસ્ટ કરાવીને આવ્યાં, પરંતુ હોર્મોન્સના ટેસ્ટ તો બધા જ નોર્મલ હતા. માટે હવે નિષ્ફિકર થઈને સ્તન ન વધે અને નાના બને તેવી દવા કરવા રહી, તેવા નિર્ણય મેં લીધો. જો કે તેની મમ્મીને અને માસીને પણ સ્તન ખૂબ જ ભારે હતા, પરંતુ તેઓને તો આ તકલીફ પ્રસૂતિ બાદ થયેલી, છતાંય વારસાગત કારણ ધ્યાનમાં રાખી દવા અને માલિશ શરૂ કરાવ્યા. લગભગ ચાર મહિના બાદ તેનાં સ્તન ઓછાં થઈ ગયા. જો કે એકદમ સપાટ ન કરતાં સ્તન ધ્યાન ખેંચે તેવાં ન રહ્યાં એટલે મેં દવા બંધ કરાવી. અમુક પ્રકારના કપડાં પહેરાવવાનું સૂચવ્યું.
(૪) આજથી લગભગ આઠ વર્ષ પહેલાં અમદાવાદમાં મારી પાસે રશીદા ખાતુન નામની એક યુવતી આવી. તેની ઉંમર જો કે મને હાલમાં યાદ નથી, પરંતુ તેની પહેલી સુવાવડ ૧૦ દિવસ પહેલાં જ થયેલી હતી. તેનાં બંને સ્તનોની નિપલનો જરાય વિકાસ થયો ન હતો, બલ્કે નિપલની જગ્યાએ ખાડો હતો. પરિણામે તે બાળકને જરાપણ સ્તનપાન કરાવી શકતી ન હતી તેથી બાળક ખૂબ માંદું થઈ ગયું હતું. ઉપરાંત તેને સ્તન્ય એટલે કે દૂધનો ભરાવો થતાં વારંવાર હેરાન થતી હતી. નિપલ ન હોવાને કારણે બ્રેસ્ટ પંપથી પણ દૂધ ખેંચી શકાતું ન હતું. પરિણામે સ્તનોમાં ગાંઠો થઈ ગઈ હતી. ડોક્ટરે તેને તે માટે ઓપરેશનની સલાહ આપી. રશિદા બિચારી મારી પાસે આવી. તાત્કાલિક તો શું કરી શકાય ? છતાંય મેં તેને તેલ આપી માલિશની પદ્ધતિ બતાવી તથા નિપલ કઈ રીતે ખેંચવી વગેરે બતાવ્યું. આ માલિશ વગેરે આજથી જ શરૂ કરી દેવા સૂચવ્યું. ખાવાની દવા તેને આપવાની જરૂર ન હતી. દૂધ બંધ થાય તો તે માટે તાત્કાલિક દૂધ સૂકવવાની ગોળીઓ કે ઇન્જેક્શન લેવાનું સૂચવ્યું, જેથી તકલીફ ન થાય. સાથે સાથે સ્તન પરના નિપલના ભાગને બહાર ખેંચી બાળકને વારંવાર સ્તન મોંમાં આપવા સૂચવ્યું, પછી ભલે તે નિપલને બદલે તેની આજુબાજુના કાળા ભાગને ચૂસે. આ એક પ્રકારની કસરત તેના સ્તન માટે હતી. જે ભવિષ્યમાં તેને ખૂબ ફાયદાકારક હતી. લગભગ તેણે સતત છ માસ ઉપચાર કર્યાં. તે દરમિયાન નિપલ તો બહાર આવવા લાગી હતી, પરંતુ નિપલ ખૂબ જ નાની હતી. તેથી મેં તેલ બદલી ફક્ત નિપલ વધે તેવું તેલ આપી તેના માલિશની પદ્ધતિ બતાવી, જેથી નિપલ મોટી થતાં તે અંદર નહિ જઈ શકે અને થયું પણ તેવું જ. બે વર્ષ બાદ બીજી પ્રસૂતિ થતાં તે તેના હમીદને આરામથી સ્તનપાન કરાવી શકી હતી. સ્તનપાન કરાવ્યા બાદ તેની નિપલ વધુ વિકસી હતી.
(આ લેખમાં આપેલ તમામ નામો બદલી નાખ્યાં છે, પરંતુ હકીકત સાચી છે.)









