Rajkot

ગોંડલના મોવિયા ગામે ઉઘરાણીના મુદ્દે ઘરમાં ઘુસી બે શખ્સોએ ધમાલ મચાવી

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ગોંડલના મોવિયા ગામે નિવૃત્ત ST કર્મચારી ચંદુભાઈ ભુવાના ઘરે મોડી રાત્રે ગાંધીનગરના રોનક ક્રિશ્ચન અને વિજય વાલંદ વંડી કૂદી ઘૂસ્યા હતા. પુત્ર દર્શક પાસેથી 7 લાખની ઉઘરાણી માટે વૃદ્ધ દંપતીને "પુત્ર મળશે તો બે કટકા કરી નાખીશું" તેવી ધમકી આપી હતી. પડોશીઓ જાગી જતા આરોપીઓ ફરાર થયા. તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંડલના મોવિયા ગામે ઉઘરાણીના મુદ્દે ઘરમાં ઘુસી બે શખ્સોએ ધમાલ મચાવી

ગોંડલ : ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા નિવૃત્ત એસ.ટી. કર્મચારીના ઘરમાં મોડી રાત્રે વંડી ટપી ને પ્રવેશેલા ગાંધીનગરના બે શખસોએ નાણાંની ઉઘરાણી મામલે ગાંધીનગરમાં હોટેલ ધરાવતા વેપારી પુત્ર પાસે રૂ. ૭ લાખ લેવાના નીકળતા હોવાનું કહી બંને આરોપીઓએ વૃદ્ધ માતા-પિતાને તમારો પુત્ર મળશે તો તેના બે કટકા કરી નાખીશું જેવી ધમકી આપતા ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બનાવની વિગત અનુસાર, મોવિયા ગામે પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા ે નિવૃત્ત એસ.ટી. કર્મચારી ચંદુલાલ બોઘાભાઈ ભુવા (ઉં.વ. ૭૨) પત્ની જ્યોત્સનાબેન ઘરે સુતા હતા. રાત્રે ૧૧વાગ્યાના સુમારે ગાંધીનગરમાં કાપડની દુકાન ધરાવતા રોનક ક્રિશ્ચન અને વિજય વાલંદ નામના બે શખસો તેમના ઘરની ડેલી ઠેકીને અંદર ઘૂસી આવી બંનેએ ચંદુભાઈને કહ્યું હતું કે, તમારો પુત્ર દર્શક ક્યાં છે? મારે તેની પાસેથી રૂ. ૭લાખ લેવાના છે.આ બાબતે ે પુત્ર ક્યાં છે તેની જાણ ન હોવાનું કહેતાં બંને શખસો ઉશ્કેરાઈને દર્શકનો મોબાઈલ નંબર માગતાં વૃદ્ધ દંપતીએ પુત્ર સંપર્કમાં ન હોવાનું જણાવતા જ બંને શખસોએ ધમકી આપી હતી કે, તમારો પુત્ર મળશે એટલે તેના બે કટકા કરી નાખવા છે, તેને જીવતો નથી મૂકવો. આ સાંભળી પત્ની જ્યોત્સનાબેને 'તમે મારા કટકા કરી નાખો' તેમ કહેતા આરોપીઓએ બરાડતા કહ્યું હતું કે, ડોશી જાજુ બોલો મા, અમે તમારા દીકરાને ગોતીએ છીએ. જો તમારા ઘરેથી મળ્યો તો તમે પણ ગયા સમજજો.
મોડી રાત્રે ઘરમાંથી મોટા મોટા અવાજો આવતા આજુબાજુમાં રહેતા શેરીના લોકો જાગી ગયા હતા અને ઘર તરફ આવવા લાગ્યા હતા. શેરીમાં લોકોને એકઠા થતા જોઈ બંને આરોપીઓ પોતાની ફોરવ્હીલ ગાડી લઈને સ્થળ પરથી ભાગી છૂટયા હતા.આ અંગે ચંદુભાઈ ભુવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રોનક ક્રિશ્ચન અને વિજય વાલંદ (બંને રહે. ગાંધીનગર) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.