Entertainment

તેરા યાર હું મૈને એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં વધુ એક નેપોકિડની ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. જાણીતા નિર્દેશક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઈરાનીની ડેબ્યૂ ફિલ્મ 'તેરા યાર હું મેં' 7 દિવસમાં માત્ર 49 લાખ રૂપિયા કમાઈ શકી. મિલાપ ઝવેરી નિર્દેશિત આ ફિલ્મમાં અમન સાથે આકાંક્ષા શર્મા પણ હતી, પરંતુ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી. મિલાપ ઝવેરીની આ સતત બીજી ફિલ્મ ફ્લોપ નીવડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તેરા યાર હું મૈને એક સપ્તાહમાં ફક્ત 49 લાખની કમાણી
  • મિલાપ ઝવેરીની સતત બીજી ફિલ્મ નિષ્ફળ
  • ફિલ્મ સર્જક ઈન્દ્રકુમાર ઈરાનીના પુત્ર અમનની ડેબ્યૂ ફિલ્મ સદંતર ફલોપ

મુંબઇ : બોલીવૂડમાં એક ઓર નેપોકિડની ફિલ્મ ફલોપ નીવડી છે. જાણીતાં નિર્દેશક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઇન્દ્ર કુમાર અને આકાંક્ષા શર્માની જોડીને ચમકાવતી તેમની પહેલી ફિલ્મ 'તેરા યાર હું મેં' બોક્સ ઓફિસ પર પહેલાં સાત દિવસમાં કુલ ૪૯ લાખ રૂપિયા જ રળી શકી હતી.ફિલ્મને પહેલાં દિવસે ૧૫ લાખ, બીજા દિવસે ૧૦ લાખ,ત્રીજા દિવસે ૧૨ લાખ અને તે પછી ચોથાથી સાતમા દિવસ દરમ્યાન કુલ ૧૨ લાખની કમાણી થઇ હતી. આમ પ્રથમ સાત દિવસમાં ફિલ્મને કુલ ૪૯ લાખ રૂપિયાની કમાણી થઇ હતી.
ઈન્દ્ર કુમાર ઈરાનીની ગણના બોલિવુડના જાણીતા ફિલ્મ સર્જકોમાં થાય છે.
તેમની અનેકાનેક ફિલ્મો સુપરહિટ નીવડી ચૂકી છે.
ફિલ્મના પ્રમોશન દરમ્યાન નિર્દેશક મિલાપ ઝવેરીએ જણાવ્યું હતું કે અમન નાનો બાળક હતો ત્યારથી હું તેને ઓળખું છું. આજે તેને એક્ટર બનેલો જોઇ મને આનંદ થાય છે. મિલાપ ઝવેરીની આ પૂર્વે રીલિઝ થયેલી ફિલ્મ 'મસ્તી ફોર' પણ નિષ્ફળ ગણાવાઇ હતી.