Rajkot

જંતર મંતરમાં લાઠીચાર્જ,અટકાયતો મુદ્દે છાત્ર સભામાં વ્યક્ત કરાયો રોષ

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં NEET પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને સોનમ વાંગ્ચૂકની અટકાયત બાદ રાજકોટના બહુમાળી ભવન ચોકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાળા વસ્ત્રો પહેરીને દેખાવો કર્યા હતા. NSUI દ્વારા પણ પોલીસ દમન સામે વિરોધ કરાયો. દરમિયાન, પોલીસે 4થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંતર મંતરમાં લાઠીચાર્જ,અટકાયતો મુદ્દે છાત્ર સભામાં વ્યક્ત કરાયો રોષ

રાજકોટ: દિલ્હીના જંતર મંતરમાં નીટ પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોક્રોચ જનતા પાર્ટીના આંદોલન મુદ્દે વીસ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં સોશ્યલ મિડીયા પુરતું રહ્યું હતું પરંતુ, સોનમ વાંગ્ચૂકની પોલીસે અટકાયત કરી, માંગણી મુદ્દે કોઈ ખાત્રી ન અપાઈ અને વિદ્યાર્થીઓ ઉપર બેરહમ લાઠીચાર્જની ઘટના બાદ હવે આ મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન શરુ થયા છે. આજે સાંજે સતત બીજા દિવસે બહુમાળી ભવન ચોકમાં કેટલાક વિદ્યાર્થીઓ,વાલીઓએ દેખાવો યોજ્યા હતા તો એન.એસ.યુ.આઈ. દ્વારા છાત્ર ગુંજ નામે સભામાં પોલીસ દમન,અટકાયતો સામે વિરોધ કરાયો હતો.
નીટ પેપર લીક કૌભાંડ સામે આજે અહીંના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંખ્યા રહી હતી,જેમાં વિદ્યાર્થીઓને તેમની વાત રજૂ કરવાનું કહેવાતા દિલ્હીાં શાંત વિરોધ કરી માંગણી રજૂ કરતા વિદ્યાર્થીઓ સાથે પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરાઈ હતી.
આ ઉપરાંત રાજકોટના બહુમાળી ભવન ચોકમાં સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે વિદ્યાર્થીનીઓ,વિદ્યાર્થી-વાલીઓ એકત્ર થયા હતા અને કાળા વસ્ત્રો પહેરીને આઈ સપોર્ટ સોનમ વાંગ્ચૂક એવા બોર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગઈકાલે આ સ્થળે કેટલાક વિદ્યાર્થી વિરોધ કરવા એકત્ર થતા પોલીસે અટકાયત કરી છતાં આજે સતત બીજા દિવસે દેખાવો યોજાયા હતા અને પોલીસ આવા કાર્યક્રમમાં મંજુરી આપવામાં તત્પરતા રાખતી નથી તેવા આક્ષેપ કર્યા હતા.
દરમિયાન, રાજકોટ પોલીસ કમિશનરે વર્તમાન સ્થિતિ અન્વયે આજે તા.૨૨ના તા.૨૩ જૂલાઈથી ૧૬-૮-૨૦૨૬ સુધીની મુદત માટે બીએનએસએસ ક.૧૬૩ હેઠળ જાહેરનામુ જારી કરીને ચાર કરતા વધારે માણસોને પોલીસની પૂર્વ મંજુરી વગર સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુક્યો છે.