Entertainment

ટ્રેલર રિલીઝ પહેલાં જ રામાયણ ભાગ એકનું પ્રિવ્યુ ફૂટેજ લીક

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
નિતેશ તિવારી નિર્દેશિત ફિલ્મ 'રામાયણ ભાગ એક'ની 1 મિનિટ 28 સેકન્ડની ક્લિપ લીક થતાં મેકર્સ દોડતા થયા છે. નવી દિલ્હીમાં 18 જુલાઈએ ભારત મંડપમમાં આમંત્રિતો સમક્ષ દર્શાવાયેલા ફૂટેજ સ્માર્ટફોન પર રેકોર્ડ થયાનું મનાય છે. રણબીર કપૂર, સાઇ પલ્લવી અને યશ અભિનીત આ ફિલ્મનું ટ્રેલર 24 જુલાઈએ સત્તાવાર રીતે રજૂ થવાનું છે. આ લીક ડામવા મેકર્સ કાનૂની પગલાં લઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રેલર રિલીઝ પહેલાં જ રામાયણ  ભાગ એકનું પ્રિવ્યુ ફૂટેજ લીક

જેના વિશે સૌથી દર્શકોમાં વધુ ઇન્તેઝારી પ્રવર્તે છે તે ફિલ્મ 'રામાયણ ભાગ એક'ની એક મિનિટ અને ૨૮ સેકન્ડની ક્લિપ વાયરલ થઈ જતાં ફિલ્મમેકર્સની ઉંઘ ઉડી ગઇ છે. કહેવાય છે કે આ લીક એક સ્માર્ટ ફોન પર રેકોર્ડ કરવામાં આવી હતી. આ લીક ડામવા હવે મેકર્સ કાનૂની પગલાં પણ લઈ રહ્યા છે. નવી દિલ્હીમાં ૧૮જુલાઇએ ભારત મંડપમમાં પસંદગીના કરાયેલાં આમંત્રિતો સમક્ષ પ્રથમ સંકલ્પ કાર્યક્રમ દરમ્યાન આ ફૂટેજ દર્શાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આ ક્લિપ ઓનલાઇન ફરતી થઇ ગઇ હતી. ફિલ્મનું ટ્રેલર સત્તાવાર રીતે ૨૪ જુલાઇએ રજૂ થવાનું છે ત્યારે ગણતરીના દિવસો પહેલાં જ આ લીક થતાં તેને ડામવા ફિલ્મમેકર્સ સક્રિય બન્યા હતા.
નિતેશ તિવારી નિર્દેશિત 'રામાયણ ભાગ એક'માં રામની ભૂમિકા રણબીર કપૂર, સીતાની ભૂમિકામાં સાઇ પલ્લવી અને રાવણની ભૂમિકામાં યશ જોવા મળશે.
આ ફિલ્મના પહેલાં ભાગને દિવાળીના તહેવારોમાં રજૂ કરવામાં આવશે.