Rajkot

રાજકોટને હાઇકોર્ટની બેન્ચ આપવાની માગ ફરી ઉગ્ર બની: સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના બાર ઍસોસિએશનો હડતાળ પર

By GS Team
29 Jul 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં હાઇકોર્ટ બેંચની વર્ષો જૂની માંગણી ફરી સક્રિય બની છે. આ મુદ્દે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના બાર ઍસોસિએશનના પ્રમુખો, મંત્રીઓ અને વકીલોની બેઠક યોજાઈ હતી. નિર્ણય મુજબ, આજે સૌરાષ્ટ્રભરના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી પ્રતીક હડતાળ પાડી હતી. આગામી દિવસોમાં માંગણી ન સંતોષાય તો ચેમ્બર ઑફ કોમર્સ અને પ્રજાજનોને સાથે રાખી આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટને હાઇકોર્ટની બેન્ચ આપવાની માગ ફરી ઉગ્ર બની: સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના બાર ઍસોસિએશનો હડતાળ પર

Rajkot High Court Bench: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો માટે હાઇકોર્ટની બેંચ રાજકોટ ખાતે શરૂ કરવાની વર્ષો જૂની માંગણીએ ફરી એકવાર જોર પકડ્યું છે. આ મુદ્દે તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા અને તાલુકા બાર ઍસોસિએશનના પ્રમુખો, મંત્રીઓ, હોદ્દેદારો તેમજ સિનિયર-જુનિયર વકીલોની એક મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં લેવાયેલા નિર્ણયના ભાગરૂપે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વકીલોએ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીને એક દિવસની પ્રતીક હડતાળ પાડી હતી અને ઈમરજન્સી સિવાયના તમામ કામકાજથી દૂર રહ્યા હતા.

રાજકોટ બાર ઍસોસિએશનથી તરફથી કહેવામાં આવ્યું કે-

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની એક જ માંગ છે કે ગુજરાત હાઇકોર્ટની બેંચ રાજકોટને મળે. તેના માટે ત્રણ-ચાર દિવસ પહેલા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર ઍસોસિએશનની રાજકોટ ખાતે એક મીટિંગ યોજાઈ હતી, જે મીટિંગમાં નક્કી કરવામાં આવેલ કે રાજકોટને તાત્કાલિક હાઇકોર્ટ બેંચ મળે તે માટે આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરેક બાર ઍસોસિએશનને એક દિવસ પ્રતિક હડતાળ રાખવી અને દરેક કોર્ટોમાં એક દિવસ હડતાળ રાખવાનું નક્કી થયેલું હતું. એ મુજબ આજ રોજ અમે કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે આવેદન આપવા આવેલ છીએ. આગામી દિવસોમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ચેમ્બર ઑફ કોમર્સ તથા પ્રજા અને જુદા જુદા સંગઠનોને સાથે રાખીને સરકારને જાગૃત કરવાનું અને અમારી માંગ પૂરી કરવાનું કાર્યવાહી આગળ હાથ ધરીશું.

લીલીયા(અમરેલી) બાર ઍસોસિએશનથી તરફથી કહેવામાં આવ્યું કે-

તારીખ 25 જુલાઇના રોજ રાજકોટ મુકામે સૌરાષ્ટ્ર અને કચ્છના જેટલા જિલ્લાઓ તાલુકાઓ આવે છે, એ તમામ તાલુકાઓના પ્રમુખ, મંત્રીની એક મીટિંગ રાજકોટમાં રાખવામાં આવેલી. અને મીટિંગના અંતે એવું નક્કી કરવામાં આવેલું કે સૌરાષ્ટ્ર-કચ્છના બે કરોડ લોકોને ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ જવું પડે છે. તો હાઇકોર્ટની એક બેંચ, જે વર્ષોથી અમારી માંગણી પેન્ડિંગ છે, તો હાઇકોર્ટની એક બેંચ રાજકોટને આપે. જેથી કરીને કચ્છવાળાને, અમરેલી, ગીર સોમનાથના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને નજીક પડે અને સરળતાથી ન્યાય મળે અને લોકોને પણ સરળતાથી ન્યાય મળે એવી અમારી માંગણી સાથે આજ રોજ અમે કોર્ટ કાર્યવાહીથી, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર, તાલુકા-જિલ્લાના, કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત છીએ. અને આજરોજ ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર અને નાયબ મામલતદારને ઝડપથી અમને રાજકોટમાં હાઇકોર્ટની બેંચ મળે એ માટે આવેદનપત્ર આપ્યું છે

જો આગામી દિવસોમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે, તો ચેમ્બર ઑફ કોમર્સ, સ્થાનિક પ્રજા અને વિવિધ સામાજિક સંગઠનોને સાથે રાખીને આંદોલન વધુ તેજ બનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.