15 વર્ષની અંદરનાઓ માટે સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધની તાતી જરૂર છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- છોકરાઓને પુસ્તકો વાંચતા કરો, સૂર્ય પ્રકાશમાં ફરતા કરો
- પ્રસંગપટ
- ઝોહોના વેમ્બૂના વિચારને સમર્થન મળી રહ્યું છે. હવે ભારત સરકાર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું
૧૬ વર્ષની અંદરના છોકરાઓ સોશ્યલ નટેવર્ક ઉપયોગ કરી શકે નહીં તેવો પ્રતિબંધ મુકવાની હિંમત અનેક દેશોએ કરી છે. ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા , બ્રાઝિલ, ઓસ્ટ્યિા અને ઇન્ડોનેશિયાએ ૧૬ વર્ષની અંદરના છોકરાઓ સોશ્યલ નેટવર્કનો ઉપયોગ ના કરી શકે તેવા પગલાં ભરીને વિશ્વમાં નવો ટ્રેન્ડ ઉભો કર્યો છે.
હાલમાં અનેક વેબસાઇટ ઉંમર વેરિફિકેશનના નામે લોકોને ગેરમાર્ગે દોરે છે. ૧૩વર્ષની અંદરના છોકરાઓ પણ પોતે ૧૬ વર્ષની ઉપરના છે એમ લખીને સાઇટમાંનો મસાલો એન્જોય કરતા હોય છે. હકીકતે આવી એન્જોયમેન્ટ તેમને વિકૃત વિચારસરણીવાળા બનાવતા હોય છે.
સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા જાગ્યું હતું. ત્યારબાદ અન્ય દેશો જાગ્યા છે. ભારતના શાસકોને હજુ ઢંઢોળવામાં આવી રહ્યા છે.
ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બૂએ તાજેતરમાં સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં છોકરાઓને પુસ્તકો વાંચતા કરવા હોય, સૂર્ય પ્રકાશમાં ફરતા કરવા હોય કે આઉટ ડોર ગેમ્સ રમતા કરવા હોય તો તેમના માટે સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધ મુકો. તેમનું સજેશન ત્યારે આવ્યું છેકે જ્યારે કેટલાક દેશો એમ તેમના છોકરાઓને સોશ્યલ નેટવર્કથી દુર રાખવાના પગલાં લીધા છે.
તાજેતરમાં ફ્રાન્સે ૧પ વર્ષથી નીચેના છોકરાઓ માટે સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધ મુક્યો છે. પ્રતિબંધ મુકનાર અન્ય દેશોએ ઉંમર ૧૬ વર્ષે રાખી છે. ઝોહોના ફાઉન્ડરે ઓનલાઇન પોસ્ટમાં લખ્યું છે કે ભારતે પણ દેશના છોકરાઓના ભાવિને ધ્યાનમાં લઇને સોશ્યલ નેટવર્ક પર પ્રતિબંધ મુકવો જોઇએ.
વેમ્બૂના ઓપિનીયનને એનલાઇન અનેક લોકોએ ટેકો આપ્યો છે જ્યારે કેટલાક લોકોએ સંપૂર્ણ પણે પ્રતિબંધ સામે વાંધો ઉઠાવ્યો છે.કેટલાકે કહ્યું છે કે છોકરાઓને ડિજીટલ લીટરસી સાથે ઉછેર કરવો જોઇએ. જોકે વેમ્બૂને સમર્થન કરનારા કહે છેકે છોકરાઓને સોશ્યલ નેટવર્કનું વ્યસન થતાં બહુ ઓછી વાર લાગે છે. સોશ્યલ નેટવર્ક તેમને પોતાની પોતાની રજૂઆત કરવાની ત્વરીત તક આપે છે.
છોેકરાઓને દેશના કલ્ચર સાથે જોડવા હોય તો તેમની પાસેથી સોશ્યલ નેટવર્ક લઇ લેવું જોઇએ કેમકે તેમને મળતો સમય સોશ્યલ નેટવર્ક ખાઇ જાય છે. જે આઉટડોર ગેમ ભૂલાઇ ગઇ છે અને જેના કારણે છોકરાઓનું શરીર સૌષ્ઠ સુધરે છે તેના પર ભાર મુકવાની જરૂર છે.
છોકરાઓને સોશ્યલ નેટવર્કથી દુર રાખવા જોઇએ તે વાતનું અનેક લોકો સમર્થન કરી રહ્યા છે. સોશ્યલ નેટવર્ક પર આવતા કન્ટેન્ટ છોકરાઓના માનસ પર અસર કરે છે અને તેમના મનમાં બળવાખોરી તેમજ વિકૃતીના બીજ રોપે છે.
હાલની સ્થિતિ એ છેકે ત્રણ વર્ષના રડતા બાળકને છાનો રાખવા હાથમાં સ્માર્ટ ફોન પકડાવી દેવાય છે. તેમાં તેને ગેમ કે યુ ટયુબ મુકી આપવામાં આવે છે. પરંતુ તેમાં આવતા ઓનલાઇન કોન્ટેન્ટ તેને અન્ય ચીજો જોવા તરફ ખેંચી જાય છે.
મોબાઇલ ઓપરેટ કરતા નાના છોકરાને તેનું વ્યસન એટલી હદે થઇ જાય છે કે તેને મોબાઇલ સાથે રાખીને જમાડવું પડે છે. તેના વાલી એમ માને છે કે મોબાઇલ ઓપરેટ કરતું તેમનું બાળક બહુ સ્માર્ટ છે પરંતુ હકીકત એ છેકે તે આઉટડોર ગેમ્સ રમવાની દિશાજ ભૂલી જાય છે.
સોશ્યલ નેટવર્કનું વ્યસન ૧૬ વર્ષની અંદરના છોકરાઓને એક વાર લાગી જાય છે પછી તેનું ભણવા તરફ બહુ ધ્યાન રહેતું નથી. આમ તેના ભાવિ પર પણ સોશ્યલ નેટવર્ક નેગેટીવ અસર કરે છે. ઝોહોનાં બેમ્બૂના વિચારને સમર્થન મળી રહ્યું છે. હવે ભારત સરકાર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું.









