Prasangpat
બોસ સ્કેમથી સાયબર પંચાયત: ડિજિટલ ફ્રોડ ગેંગ્સ વધુ ચતુર પૂરવાર થઈ છે
By GS Team
27 Jun 20263 mins read
મહારાષ્ટ્રમાં 17 મહિનામાં 10,500 સાયબર ફ્રોડ કેસ નોંધાયા, જેમાં 2,379ની ધરપકડ થઈ છે. અહલ્યાનગરમાં સૌથી વધુ 5,141 કેસમાં ₹37.76 કરોડની છેતરપિંડી થઈ. 'બોસ સ્કેમ'માં હેકર્સ સરકારી અધિકારી બની કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરે કંપનીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. સાયબર પંચાયતો દ્વારા ગામડાઓમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
મહારાષ્ટ્રમાં 17 મહિનામાં 10,500 સાયબર ફ્રોડ કેસ નોંધાયા, જેમાં 2,379ની ધરપકડ થઈ છે. અહલ્યાનગરમાં સૌથી વધુ 5,141 કેસમાં ₹37.76 કરોડની છેતરપિંડી થઈ. 'બોસ સ્કેમ'માં હેકર્સ સરકારી અધિકારી બની કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે. સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરે કંપનીઓને સાવચેત રહેવા જણાવ્યું છે. સાયબર પંચાયતો દ્વારા ગામડાઓમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- મહારાષ્ટ્રમાં 17 મહિનામાં 10,500 સાયબર ફ્રોડ કેસ
- પ્રસંગપટ
- સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર દ્વારા કંપનીઓને બોસ સ્કેમથી ચેતતા રહેવાની સૂચના આપવામાં આવી છે
વધતા જતા સાયબર ક્રાઈમ ચિંતાનો વિષય બની ગયો છે. ડિજિટલ ફ્રોડ કરનારા સાયબર પોલીસ કરતાં વધુ ચતુર સાબિત થઈ રહ્યા છે. ગામડાઓમાં સાયબર પંચાયત શરૂ કરીને નવા 'બોસ સ્કેમ'થી લોકોને ચેતવવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે છેલ્લા ૧૭ મહિનામાં ૧૦,૫૦૦ સાયબર ફ્રોડ કેસ નોંધાયા છે, જેમાં ૨,૩૭૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ આંકડા મુખ્યમંત્રીએ એક લેખિત જવાબમાં આપ્યા હતા.
રજૂ કરાયેલા ડેટા અનુસાર મહારાષ્ટ્રના અહલ્યાનગર (મૂળ નામ- અહમદનગર)ને સાયબર ફ્રોડ કરનારાઓએ ટાર્ગેટ કર્યું હતું. ત્યાં સૌથી વધુ એવા ૫,૧૪૧ સાયબર ફ્રોડ નોંધાયા છે. આ ફ્રોડના કારણે અસરગ્રસ્તોને ૩૭.૭૬ કરોડનો ચૂનો લાગ્યો છે. ફ્રોડ કરનારાના ૭ કરોડના ખાતા સત્તાવાળાઓએ ફ્રીઝ કરવામાં સફળતા મેળવી છે.
અનેક સાયબર ફ્રોડમાં ગુનેગારો પોતાને સરકારી અધિકારી તરીકે બતાવીને લોકોને ડરાવતા હતા. ૨૦૨૫માં નોંધાયેલા ૪,૮૨૫ સાયબર ફ્રોડ કેસ એવા હતા કે જેમાં લોકોએ ૧,૦૩૧ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. મહારાષ્ટ્રમાં જિલ્લાઓમાં ઊભી કરેલી સાયબર લેબોરેટરીની સિસ્ટમ સાયબર ગુનેગારોનું પગેરું શોધવામાં સહાય કરે છે. જોકે લોકો માનવા લાગ્યા છે કે સાયબર ફ્રોડમાં ગુમાવેલો પૈસો ભાગ્યે જ પાછો આવે છે.
એવું પણ નથી કે સરકારે સાયબર ફ્રોડ કરનારાઓને નાથવા કોઈ પગલાં નથી લીધાં, પરંતુ ફ્રોડ કરનારા વધુ ચતુરાઈપૂર્વક કામ કરે છે અને લોકોમાં રહેલા તપાસના ડરનો ઉપયોગ કરે છે.
સાયબર ફ્રોડ કરનારા સામે જાગૃત રહેવા સત્તાવાળાઓ સોશિયલ મિડીયા તેમજ રેલવે સ્ટેશનો સહિતનાં વિવિધ સ્થળો પર લોકોને સચેત રહેવા સમજાવે છે, પરંતુ ફોન પર એકાદ સત્તાવાહક અવાજ તેમને ડરાવી દે છે અને લૂંટી લે છે. સામાન્ય લોકો જ ફ્રોડના ભોગ બને છે એવું નથી, ડોક્ટરો, એન્જિનીયરો અને રાજકીય કુટુંબો પણ તેના ભોગ બની ચૂક્યાં છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન આઈ.કે. ગુજરાલના પુત્રે પણ સાયબર ફ્રોડમાં ૭.૮ કરોડ રૂપિયા જેટલી રકમ ગુમાવી હોવાના અહેવાલો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.નરેશ ગુજરાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પણ રહી ચૂક્યા છે.
ઇન્ટરનેટ પર અજાણી લિંક ખોલવી કે અજાણ્યા નંબરો પરથી આવતા કોલ પર લાંબી વાતો કરવી એ છેતરપિંડી કરનારને આમંત્રણ આપવા બરાબર છે. સાયબર પોલીસ માટે ચેલેન્જ સમાન કેટલીક ઘટનાઓ બની છે, જેમાં સાયબર ફ્રોડ કરનારા બહુ સિફતથી સિનિયર સિટિઝનોને ટ્રેપમાં ફસાવીને ખંખેરી લે છે.
આજકાલ 'બોસ સ્કેમ' ભારતીય કંપનીઓને રંજાડી રહ્યું છે, જેમાં સાયબર સ્કેમ કરનારા વિવિધ તપાસ એજન્સીઓના અધિકારીના નામે ફોન કરીને તેમના એકાઉન્ટ ખાલી કરી નાખે છે. ફ્રોડ કરનારા વોટ્સએપને ટાર્ગેટ બનાવીને પકડમાં લે છે, જેમાં વોટ્સએપ એકાઉન્ટ હેક કરેલું હોય છે, જેના મારફતે કંપનીના સિનિયર અધિકારીઓને થોડું પેમેન્ટ ટ્રાન્સફર કરવા કહેવાય છે. સિનિયરોને કોઈ શંકા જતી નથી, કેમ કે પોતાના અધિકારીના વોટ્સએપ પરથી સૂચના મળી હોય છે. જેવું ટ્રાન્ઝેક્શન કરાય છે કે તરત જ એકાઉન્ટ ખાલી થવા લાગે છે. સાયબર ક્રાઈમ કોઓડનેશન સેન્ટરે દરેક કંપનીને 'બોસ સ્કેમ'થી ચેતતા રહેવાની સૂચના આપી છે. કંપનીના સીઇઓના નામે કંપનીના પૈસા ખંખેરી લેવાય છે. કંપનીના સીઇઓનું વોટ્સએપ હેક કરીને તેમાંથી અપાયેલી સૂચનાનું પાલન સિનિયરો કરે એટલે કંપની ફસાઈ જાય.
પોતાને બાહોશ સમજતી કોર્પોરેટ કંપનીઓમાં પણ હવે ઇન્ટરનલ મેમો ફેરવીને બોસની સૂચનાને વેરિફાય કરવા સૂચના અપાય છે. ભારતમાં સાયબર ક્રાઈમમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૨૫-૨૦૨૬ દરિમાયન કુલ કેસોની સંખ્યા ૨૮.૧૫ લાખ પર પહોંચી છે.
ગ્રામ્ય કક્ષાએ ડિજિટલ ક્રાઇમ રોકવા માટે સરકારે સાઇબર પંચાયત નામની વિલેજ કાઉન્સિલની રચના કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં સાયબર ફ્રોડથી લોકોને બચાવવા કેટલીક સ્કીમ બહાર પાડી છે તેની કેવી અસર થાય છે તે જોવાનું રહ્યું.








