યુકેમાં AI પ્રધાનનો હવાલો મૂળ ભારતીય કે.નારાયણને સોંપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુકેમાં પહેલીવાર AIમાટે મંત્રાલય ફાળવાયું
- પ્રસંગપટ
- જ્યાં બ્રિટનના 20 ભૂતપૂર્વ વડાપ્રધાનોએ શિક્ષણ લીધું છે ત્યાં કનિષ્ક નારાયણ ભણ્યા છે
રોજીંદા જીવનમાં AI ના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને યુકેએ AI પ્રધાનની પોસ્ટ ઉભી કરી છે. તાજેતરમાં યુકેના નવા વડાપ્રધાને આ પોસ્ટ મૂળ ભારતીય એવા કનિષ્ક નારાયણને ફાળવી છે.ગુગલના ચીફ ડેમીસ હસાબીસે પણ યુેકના AI પ્રધાનની નિમણૂકને આવકારી હતી. કનિષ્ક નારાયણ સંસદમાં પ્રવેશ્યાને માંડ બે વર્ષ થયા છે ત્યાં તો તે ટોપની નિર્ણાયક પોસ્ટ પર પહોંચી ગયા છે. જ્યારે ટેકનોલોજી, ઉદ્યોગો ,આર્થિક તંત્ર તેમજ રોજીંદા જીવન પર પ્રભાવ વધારી રહ્યું છે ત્યારે યુકેની સરકાર વિચારતી હતી કે આપણે નવી AI ટેકનોલોજી ઘડવી જોઇએ કે હાલની AI ટેકનોલોજીને અપનાવી તેના ડિપેન્ડન્ટ રહેવું જોઇએ. જોકે યુકે એ AI પ્રધાનની પોસ્ટ ઉભી કરીને સંકેત આપ્યો છે કે તે નવા સંશોધનો પર ભાર મુકશે.
કનિષ્ક નારાયણે સરકારી સહાય વાળી ઇટોન કોલેજમાં પણ અભ્યાસ કર્યો છે જ્યાં બોરીસ જ્હોન્સન સહીત બ્રિટનના ૨૦ વડાપ્રધાનોએ શિક્ષણ લીધું છે. બ્રિટનના શાહી પરિવારના અનેક સભ્યો પણ અહીં શિક્ષણ લઇ ચૂક્યા છે. ઇન્ડિયા AI મિશનના સીઇઓ આઇએએસ સૌરભ વિજય છે જ્યારે ેચિફ ઓપરેટીંગ ઓફિસર સીઓઓ સંયુક્ત સચિવ સુદીપ શ્રી વાત્સવ છે. કેરળ પહેલું એવું રાજ્ય છેકે જેણે AI પ્રધાન તરીકે પી.કે. કુન્હાલી કુટ્ટી નિમીને રાજ્યમાં AIનું મહત્વ વધાર્યું છે. અલ્બિનિયાએ પહેલા વર્ચયુઅલ AI પ્રધાન બનાવ્યા હતા. યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન રીશી સુનકે ૨૦૨૩માં ઉભા કરેલા સાયન્સ, ઇનોવેશન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટને બંધ કરી દેવાયું છે અને આ વિષયોનેા હવાલો AI પ્રધાનને સોંપવામંા આવ્યો છે.
સમાચાર માધ્યમોમાં કનિષ્ક નારાયણની ચર્ચા વધુ થાય છે કેમકે તેમને AI પ્રધાન બનાવાયા છે. યુકેમાં પ્રથમવાર આવો હોદ્દો ઉભો કરાયો છે અને તેની જવાબદારી મૂળ ભારતીય એવા કનિષ્ક નારાયણને સોંપાઇ છે. બિહારના મુઝફરપુરમાં જન્મેલા કનિષ્ક નારાયણનું ફેમિલી તે ૧૨વર્ષના હતા ત્યારથીજ વેલ્સમાં શિફ્ટ થયું હતું. ત્યાં તેમણે ઇટોન કોલેજ,યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે યુકેના રાજકારણમાં પ્રવેશ્યા હતા. જુલાઇ-૨૪માં તે લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. યુકેના નવા વડાપ્રધાને કેબિનેટમાં ફેરફાર કર્યા તેમાં ત્રણ મૂળ ભારતીયોનો સમાવેશ કરાયો છે. જેમાં કનિષ્ક નારાયણન, સત્વિરને હરપ્રિત ઉપલનો સમાવેશ થાય છે. યુકેના વડાપ્રધાન એન્ડી બર્નહામે પોતાની નવી કેબિનેટમાં ત્રણ નવા મૂળ ભારતીય ચહેરાને સમાવીને આશ્ચર્ય સર્જ્યું છે. આ ત્રણેય મૂળ ભારતીયોને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
કનિષ્ક નારાયણની સફર તો બિહારથી યુકે સુધીની વર્ણવામાં આવી રહી છે. બિહારનો યુવાન યુકેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો હવાલો સંભાળનાર પ્રથમ AI પ્રધાન બનશે. સત્વિર કૌરને અને હરપ્રિત ઉપલને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સત્વિર કૌરના પેરેન્ટ્સ પંજાબના છે. સાઉથ્મ્પટમાં તેમની સાડીની દુકાન છે. જુલાઇ-૨૦૨૪માં સત્વિર કૌર પહેલીવાર સંસદમાં ચૂંટયા હતા. ત્યારે તેમની પાસે અંડર સેક્રેટરી ઓફ સ્ટેટનો હવાલો હતો. ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં તે કેબિનેટ સચિવ હતા ત્યારબાદ તે મેટરનિટી લીવ પર હતા. હવે લીવ પરથી પાછા ફર્યા બાદ તેમને ફરી કામ સોંપાયું છે.
હરપ્રિત કૌલ હડર્સફિલ્ડનું પ્રતિનિધત્વ કરે છે. તેમના પેરન્ટસ પંજાબના છે. જુલાઇ-૨૦૨૪માં તે પ્રથમવાર સંસદ તરીકે ચૂંટાયા હતા. છે. ગયા અઠવાડિયે ૨૨ જુલાઇના રોજ તેમને આસિસ્ટન્ટ વ્હીપનો હોદ્દો તેમને ફાળવાયો હતો. તેમની કામગીરીમાં પક્ષના સાંસદેાને સંસદમાં ચાલનારી વિગતોથી માહિતગાર કરવા અને બધાને સંયોજીત રાખવાની છે. યુકેના પ્રધાન મંડળમાં મૂળ ભારતીય એવા લીસા નેન્ડીનો સમાવેશ થાય છે જેમના પિતા કોલકત્તાના હતા. લીસાએ કલ્ચરલ સેક્રેટરીનો હોદ્દો જાળવી રાખ્યો છે.
નવા પ્રધાન મંડળમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ મહત્વની જવાબદારીઓ સાથે વધતું જોવાઇ રહ્યું છે. શ્રીલંકાના મૂળ તમિળ એવા હિન્દુ સાંસદને પણ વિદેશ મંત્રાલયની ઓફિસનો જુનિયર પ્રધાનનો હોદ્દો સોંપાયા છે. આમ યુકેની સરકારમાં ફ્રન્ટની બેઠક પર બે હિન્દુ અને બે શિખ પ્રધાનો જોવા મળશે. યુકેના પ્રધાનમંડળમાં જ્યારે મૂળ ભારતીય ચહેરા ટોપના સ્થાને જોવા મળે ત્યારે અન્ય ભારતીયોને ગૌરવ થાય તે સ્વભાવિક છે.









