Panchmahal

'12 વર્ષથી વળતર ક્યાં?' અમદાવાદ-ઈન્દોર હાઇવે માટે જમીન આપનાર ગોધરાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ઘેરી, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
પંચમહાલના ગોધરા તાલુકામાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે માટે સંપાદિત થયેલી જમીનના વળતર મુદ્દે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વેગનપુર, ટુવા સહિતના ગામોના ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા અને નવી જમીન સંપાદનની નોટિસ મળતા ચિંતિત છે. 12 વર્ષથી કેસ પેન્ડિંગ હોવાથી, ખેડૂતોએ ચૂંટણી બહિષ્કાર અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'12 વર્ષથી વળતર ક્યાં?' અમદાવાદ-ઈન્દોર હાઇવે માટે જમીન આપનાર ગોધરાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ઘેરી, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

Godhra Farmers Land Acquisition Compensation: પંચમહાલ ગોધરા તાલુકા માંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવેમાં સંપાદિત થયેલી જમીનના વળતર માટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અસરગ્રસ્ત ખેડૂતો અને અગ્રણીઓએ અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સંપાદિત જમીનના વળતરની ખેડૂતોની માગ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી.

અમદાવાદ-ઈન્દોર હાઇવે માટે જમીન આપનાર ગોધરાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ઘેરી

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગોધરા તાલુકાના વેગનપુર, ટુવા સહિતના ગામના ખેડૂતોની જમીન અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવેમાં સંપાદિત થયા બાદ યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી અને પુનઃ નવી જમીન સંપાદિત કરવા કેટલાક ખેડૂતોને નોટિસ આપવામાં આવતાં તમામ ખેડૂતો ચિંતમાં મૂકાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે 65 નાગરિકો સાથે ₹8.63 લાખની છેતરપિંડી, RTIથી ખૂલ્યું કૌભાંડ

'12 વર્ષથી વળતર ક્યાં?'

ખેડૂતોએ કહ્યું કે, અગાઉ નજીવું વળતર ચૂકવવામાં આવ્યું હતું. જો કે, સંપાદિત જમીન મામલે છેલ્લા 12 વર્ષથી કેસનો નિકાલ પેન્ડિગ છે. આમ, જો ખેડૂતોની જમીન સંપાદન અંગેના કેસનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણી બહિષ્કાર કરવાની ખેડૂત અગ્રણીએ ચીમકી ઉચ્ચારી છે. તેમજ આગામી દિવસોમાં વળતર ચૂકવવા અંગેની કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઇવે ચક્કાજામ, ભૂખ હડતાળ કરવા સહિતની ફરજ પડશે.