Entertainment

દીપિકાનું રણવીર -દુઆ સાથે મેટર્નિટી ફોટો શૂટ

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
દીપિકા-રણવીરના ઘરે ટૂંક સમયમાં બીજા સંતાનનું આગમન થશે. દીપિકાએ પતિ રણવીર અને પુત્રી દુઆ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ મેટર્નિટી ફોટો શૂટ કરાવ્યું છે. મુંબઈમાં થયેલા આ શૂટની તસવીરોમાં દુઆ મીડિયાથી દૂર રહીને પણ છવાઈ ગઈ. ચાહકોનું માનવું છે કે દુઆ તેના પિતા રણવીર જેવી જ દેખાય છે. આ બીજીવાર છે કે તેમણે પુત્રીની તસવીરો શેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દીપિકાનું રણવીર -દુઆ સાથે મેટર્નિટી ફોટો શૂટ
  • ચાહકોના મતે પુત્રી દુઆનું પિતા સાથે સામ્ય
  • મીડિયાથી દૂર રાખવામાં આવેલી પહેલી પુત્રી દુઆ ફેમિલી ફોટો શૂટમાં છવાઇ ગઇ

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના જીવનમાં બીજા સંતાનનું આગમન ટૂંક સમયમાં થવાનું છે. આ પ્રસંગે દીપિકાએ બ્લેક એન્ડ વ્હાઇટ ફેમિલી મેટર્નિટી ફોટો શૂટ પતિ રણવીરસિંહ અને પહેલી પુત્રી દુઆ સાથે કરાવી તેને ચાહકો સાથે શેર કર્યું છે.
સોશ્યલ મિડિયા પર શેર કરવામાં આવેલી એક તસવીરમાં દુઆ તેના માતાપિતા વચ્ચે ઉભી રહીને મોં છુપાવી રહેલી દેખાય છે. જ્યારે રણવીર અને દીપિકા તેની પાસે બેસીને પોઝ આપી રહ્યા છે. આ તસવીરો જોઇ ચાહકોએ જણાવ્યું હતું કે દુઆ પિતા રણવીર કપૂર પર પડી છે.
સામાન્ય રીતે દુઆને મીડિયાથી દૂર રાખવામાં આવે છે. આ બીજી વાર તેમણે પોતાની પુત્રીની તસવીરો રજૂ કરી છે. દુઆનો જન્મ ૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ થયો હતો. એ પછી આ વર્ષની શરૂઆતમાં દુઆના હાથમાં પ્રેગનન્સી ટેસ્ટ પોઝિટિવ હોય એવી તસવીર સાથે બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરવામાં આવી હતી.