શ્રદ્ધા બોય ફ્રેન્ડ રાહુલ મોદી સાથે છોટી સી છૂટ્ટી મનાવે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : શ્રદ્ધા કપૂર તેના બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે છોટી સી છુટ્ટી મનાવી રહી હોય તેવી તસવીરો વાઇરલ થઇ છે. શ્રદ્ધાએ શેર કરેલી તસવીરોમાં એકમાં રાહુલ મોદી પાછળ બેસીને પુસ્તક વાંચતો દેખાય છે. આમ, શ્રદ્ધાએ પહેલીવાર તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કરતાં ચાહકોમાં તેમના સંબંધોને લઇ જાતજાતની અટકળોને વેગ મળ્યો છે.
એક તસવીર નીચે શ્રદ્ધાએ કેપ્શન લખી છે, છોટી સી છુટ્ટી તો બનતી હૈ ના? બીજી એક તસવીરમાં શ્રદ્ધાએ લવરની સ્ટાઇલમાં લખ્યું છે, દિલ રખ લે, નીંદ તો વાપસ દે દે યાર….. ૨૦૨૪ની શરૂઆતમાં મુંબઇમાં ડિનર માટે સાથે જતાં પહેલીવાર તસવીરકારોએ ઝડપ્યા ત્યારથી તેમની વચ્ચે સંબંધ ચાલુ છે.
એ પછી અનેકવાર તેઓ સાથે દેખાતાં તેમની વચ્ચેના સંબંધને લઇ અટકળો વહેતી રહે છે. શ્રદ્ધાની આગામી ફિલ્મ 'ઇઠા' હવે ડિસેમ્બરમાં રજૂ થવાની છે.




