Entertainment

મીનાકુમારીની બાયોપિકની કાસ્ટ ફાઈનલઃ કિયારા, ક્રિતીની અટકળો

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં સિદ્ધાર્થ પી. મલ્હોત્રા 'કમાલ ઔર મીના' નામની મીના કુમારીની બાયોપિક બનાવી રહ્યા છે. આ ફિલ્મની પટકથા 500 હસ્તલિખિત પત્રો પર આધારિત છે. ક્રિતી સેનન કે કિઆરા અડવાણીમાંથી કોઈ એક મીના કુમારીની ભૂમિકા ભજવશે. નિર્માતા ભવ્ય સેટ્સ માટે મોટા બજેટવાળા નિર્માતાની શોધમાં છે, જે આ ફિલ્મને ભવ્યતા આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીનાકુમારીની બાયોપિકની કાસ્ટ ફાઈનલઃ કિયારા, ક્રિતીની અટકળો
  • ૫૦૦ હસ્તલિખિત પત્રોને આધારે પટકથા તૈયાર કરાઇ
  • સિદ્ધાર્થ મલ્હોત્રા ભવ્ય ફિલ્મમાં મોટા સેટ પાછળ ધૂમ ખર્ચ કરે તેવા નિર્માતાની શોધમાં
    મુંબઈ : સિદ્ધાર્થ પી. મલ્હોત્રાના નિર્દેશનમાં બનવા જઇ રહેલી મીના કુમારીની બાયોપિક નામે 'કમાલ ઔર મીના'ની સ્ટારકાસ્ટ આખરે ફાઇનલ થઇ ગઇ છે. જો કે, નિર્દેશક સિદ્ધાર્થ મલ્હોત્રાએ મીના કુમારીની ભૂમિકા કોણ ભજવશે તેનો કોઇ ફોડ પાડયો નથી.
    જો કે, મીનાકુમારીની ભૂમિકા માટે લાંબા સમયથી ક્રિતી સેનન અને કિઆરા અડવાણીના નામો ચર્ચાઇ રહ્યાં છે. હવે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાની લોટરી ક્રિતીને ફાળે જાય છે કે કિઆરાને તે જોવાનું રહ્યું. સિદ્ધાર્થ મલ્હોત્રાએ હિરો-હિરોઇન નક્કી થઇ ગયા હોવાનું જણાવી ઉમેર્યું હતું કે જો તમને સ્ટાર ન મળે તો તમે આ ફિલ્મ બનાવી ન શકો. બિલાલ અમરોહી પ્રોડક્શન દ્વારા મીના કુમારી અને તેના પતિ કમાલ અમરોહીની લવ સ્ટોરી પરથી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મની પટકથા માટે મીના કુમારીએ લખેલાં ૫૦૦ હસ્તલિખિત પત્રોનો આધાર લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
    હવે 'પાકિઝા' અને 'સાહિબ બીબી ઔર ગુલામ' ફિલ્મોના ભવ્ય સેટ બનાવવા માટે લખલૂટ ખર્ચ કરી શકે તેવા નિર્માતાની શોધ ચાલી રહી છે. સ્વાભાવિક રીતે જ આ ભવ્ય ફિલ્મ બીગ બજેટ બની રહેશે.