Baroda
સાવલી તાલુકાની કંપનીના મેનેજરે કંપનીનું 95 લાખ રૂપિયાનું કરી નાખ્યું
By GS Team
10 Sep 20261 min read
વડોદરાના સાવલી તાલુકાના વડદલા ગામે આવેલી મીના સર્કિટ પ્રા.લિ. કંપનીમાં 95 લાખ રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. કંપનીના મેનેજર અલ્પેશકુમાર પટેલે કંપનીના બેંક ખાતામાંથી પોતાના અને અન્ય ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હતી. ઉપરાંત, ટ્રાવેલિંગ એક્સપેન્સના નામે પણ ગેરરીતિ આચરી હતી. CA દ્વારા તપાસ થતા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરામાં સાવલી તાલુકાના વડદલા ગામમાં આવેલી મીના સર્કિટ પ્રા.લિ. કંપનીમાં 95 લાખ રૂપિયાની ઉચાપત કંપનીના મેનેજરે કરતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા અલ્પેશકુમાર ચંદ્રકાંત પટેલે કંપનીના બેંક એકાઉન્ટમાંથી પોતાના અને બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને આ ગેરરીતિ કરી હતી. આ સિવાય, ટ્રાવેલિંગ એક્સપેન્સ અને વાઉચરના નામે પણ મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી.
કંપનીના CA દ્વારા એકાઉન્ટની તપાસ કર્યા પછી આખો મામલો સામે આવ્યો હતો. કુલ 95 લાખ રૂપિયાની ઉચાપત અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.