NRI News

અમેરિકામાં 10 લાખ ભારતીયોને ઝટકો, બર્થ રાઈટ અંગેના ટ્રમ્પના નિર્ણયથી ટેન્શન, જાણો મામલો

By GS Team
22 Jan 20252 mins read
This article was originally published on 22 Jan 2025
TukuTouch Logo
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદે કમાન સંભાળતાં જ અનેક મોટા નિર્ણયો લેતાં વિશ્વના અન્ય દેશોમાં ચિંતા વધી છે. ટ્રમ્પે શપથ લીધાના 24 કલાકમાં જ બર્થરાઈટ સિટિઝનશીપ સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી લગભગ 10 લાખ ભારતીયો પ્રભાવિત થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં 10 લાખ ભારતીયોને ઝટકો, બર્થ રાઈટ અંગેના ટ્રમ્પના નિર્ણયથી ટેન્શન, જાણો મામલો

Donald Trump New Citizenship Rule will affect 10 Lakh Indians: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદે કમાન સંભાળતાં જ અનેક મોટા નિર્ણયો લેતાં વિશ્વના અન્ય દેશોમાં ચિંતા વધી છે. ટ્રમ્પે શપથ લીધાના 24 કલાકમાં જ બર્થ રાઈટ સિટિઝનશીપ સમાપ્ત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી લગભગ 10 લાખ ભારતીયો પ્રભાવિત થઈ શકે છે.

અમેરિકામાં 48 લાખથી વધુ ભારતીયો વસે છે. જેમાં મોટાભાગના લોકો એચ-1બી વિઝાધારકો છે. એવામાં ટ્રમ્પના આ આદેશથી અનેક ભારતીયો પોતાના બાળકોની અમેરિકન સિટિઝનશીપ ગુમાવી શકે છે.  વર્તમાન કાયદા અનુસાર, અમેરિકામાં જન્મ લેનારા તમામ બાળકો ઓટોમેટિકલી અમેરિકાના નાગરિક બની જાય છે. જેનો સૌથી વધુ લાભ એચ-1બી વિઝાધારકોને થાય છે. પરંતુ ટ્રમ્પના નવા આદેશથી હવે અમેરિકામાં જન્મ સાથે મળતી નાગરિકતા દૂર થશે.

અમેરિકનના બાળકને જ મળશે સિટિઝનશીપ

ડોનાલ્ડ ટ્રમ્પના નવા કાર્યકારી આદેશ મુજબ, જે બાળકોના માતા-પિતામાંથી કોઈ એક અમેરિકાની સિટિઝનશીપ ધરાવતુ હશે, તે જ બાળકને સિટિઝનશીપ મળશે. તેમજ સેનાના અધિકારી અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સના બાળકોને જન્મ સાથે સિટીઝનશીપ મળશે. આ સિવાય અન્ય કોઈને બર્થરાઈટ સિટિઝનશીપ મળશે નહીં.



આ પણ વાંચોઃ 'ટ્રમ્પ પ્રમુખ છે રાજા નહીં..' બર્થ રાઈટ સિટીઝનશીપ ખતમ કરવા સામે 22 રાજ્યો કોર્ટ પહોંચ્યા

10 લાખ ભારતીય પરિવારને થઈ શકે છે નુકસાન

અમેરિકાના આંકડાઓ અનુસાર, અમેરિકામાં હાલ 10 લાખ ભારતીય પરિવાર ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જૂના નિયમ હેઠળ અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે સિટિઝનશીપ મળી જાય છે. તેમજ બાળક 21 વર્ષનું થવા પર તેના માતા-પિતાને પણ આપમેળે સિટિઝનશીપ મળી જાય છે. નવો નિયમ લાગુ થયા બાદ આ 10 લાખ ભારતીય પરિવારને મોટુ નુકસાન થઈ શકે છે. 

આ રીતે લાગુ થશે કાયદો

આ નવો કાયદો લાગુ કરવો ટ્રમ્પ માટે સરળ નથી. અમેરિકન બંધારણના આ નિયમમાં ફેરફાર કરવા માટે ટ્રમ્પે સંસદમાં બહુમતિ અને તમામ રાજ્યોમાં પણ 2/3  બહુમતીની જરૂર પડશે. ત્યારબાદ 14માં બંધારણ અર્થાત બર્થરાઈટ સિટિઝનશીપમાં ફેરફાર કરવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણય વિરૂદ્ધ અનેક સંગઠનો કોર્ટના દ્વાર ખટખટાવી શકે છે.