Sports

811 રન બન્યા, ભારત જીત્યું તો પણ ગૌતમ ગંભીર ખુશ નથી! કહ્યું- આ ક્રિકેટ નથી...

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડેમાં 811 રન બન્યા. વેસ્ટ ઈન્ડિઝના 405 રન સામે ભારતે 406 રનનો સૌથી મોટો ચેઝ નોંધાવ્યો. શુભમન ગિલના 223* અને રોહિત શર્માના 101 રનથી ભારતે ગુવાહાટીમાં 2-0ની શ્રેણી જીતી. જોકે, કોચ ગૌતમ ગંભીર બોલરો માટે આવી વિકેટને યોગ્ય ન ગણાવતા 'આ ક્રિકેટ નથી, માત્ર બેટિંગ છે' તેમ કહી ચિંતિત જણાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

811 રન બન્યા, ભારત જીત્યું તો પણ ગૌતમ ગંભીર ખુશ નથી! કહ્યું- આ ક્રિકેટ નથી...

Gautam Gambhir Statement : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડેમાં રનનો એવો વરસાદ થયો કે બંને ટીમોએ મળીને 811 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝે 405 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યા બાદ ભારતે 406 રનનું લક્ષ્ય હાંસલ કરીને વનડે ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ નોંધાવ્યો. જોકે, આ ઐતિહાસિક જીત બાદ પણ ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ખુશ નથી. મેચ બાદ તેમણે સંતુલનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

‘આ ક્રિકેટ નથી, માત્ર બેટિંગ છે’

મેચ બાદ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં ગૌતમ ગંભીરએ કહ્યું કે બેટિંગ અને બોલિંગ વચ્ચે થોડો વધુ મુકાબલો હોવો જોઈએ. તેમના મતે, આ પ્રકારની વિકેટ પર 400 રન બનાવવામાં આવે અને ત્યારબાદ તેનો સફળતાપૂર્વક પીછો પણ થઈ જાય તો તે રેકોર્ડ અને ચાહકો માટે ભલે શાનદાર હોય, પરંતુ બોલરો માટે સ્થિતિ મુશ્કેલ બની જાય છે. ગંભીરે કહ્યું કે એક યુવા બોલર આવી વિકેટ પર બોલિંગ કરે અને સામેની ટીમ 400 રન બનાવે, ત્યારબાદ તેની ટીમ પણ 400 રનનો પીછો કરવા ઉતરે, તો બોલરો માટે આ સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું કે બોલરોને પણ એવી સ્થિતિ મળવી જોઈએ જેમાં તેઓ પોતાની કળા અને ક્ષમતાનો ઉપયોગ કરી શકે.

811 રન, 5 સદી અને એક બેવડી સદી

ગૌહાટીમાં રમાયેલી આ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 405 રન બનાવ્યા હતા. જોન કેમ્પબેલ, કેપ્ટન શાઈ હોપ અને અમીર જંગુએ સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝની વનડે ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલી વખત હતું જ્યારે એક જ દાવમાં તેના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી. જવાબમાં ભારતે 406 રનનું લક્ષ્ય હાંસલ કરીને ઇતિહાસ રચ્યો. શુભમન ગિલે અણનમ 223 રનની બેવડી સદી ફટકારી, જ્યારે રોહિત શર્માએ 101 રન બનાવ્યા. ગિલે 44મી ઓવરમાં જ ભારતને જીત અપાવી હતી.

આ સાથે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. ભારત માટે આ વનડે ક્રિકેટમાં 400થી વધુ રનનું લક્ષ્ય હાંસલ કરવાની પ્રથમ ઘટના હતી. જોકે, આ ઐતિહાસિક રન ચેઝ વચ્ચે ગંભીરનું ધ્યાન બોલરો માટે વિકેટ પર રહેલા પડકાર તરફ રહ્યું.