World

RAFનાં ફેરફોર્ડ મથકે થયેલા હુમલામાં ઇરાનની ભૂમિકા હતી ? : બ્રિટિશ વડાપ્રધાનને પૂરી આશંકા

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
લંડનમાં રોયલ એરફોર્સના ફેરફોર્ડ બેઝ પર થયેલા આતંકી હુમલામાં ઈરાનનો હાથ હોવાની બ્રિટિશ PM એન્ડી બર્નહામે આશંકા વ્યક્ત કરી છે. આ એરબેઝનો ઉપયોગ અમેરિકા ઈરાન પર હુમલા કરવા માટે કરે છે. પોલીસે 5 વિદેશી મૂળના બ્રિટિશ નાગરિકોની અટકાયત કરી, જોકે બાદમાં તેમને જામીન અપાયા છે. ઈરાને આ આરોપો નકાર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

RAFનાં ફેરફોર્ડ મથકે થયેલા હુમલામાં ઇરાનની ભૂમિકા હતી ? : બ્રિટિશ વડાપ્રધાનને પૂરી આશંકા
  • વડાપ્રધાન બર્નહામે જણાવ્યું હતું કે : 'ઇરાને તે હુમલો કરાવ્યો હોવાની પૂરી આશંકા છે : પરંતુ, આ તબક્કે હું વધુ કશું કહી શકું તેમ નથી'

લંડન : બ્રિટીશ વડાપ્રધાન એન્ડી બર્નહામે પત્રકારોને જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડ સ્થિત રોયલ એરફોર્સના બેઝ ફેરફોર્ડ બેઝ ઉપર થયેલા આતંકી હુમલામાં ઇરાનનો હાથ હોવાની પુરી આશંકા છે.
તેઓએ કહ્યું હતું કે, આ એક ઘણી જ ગંભીર બાબત છે. પોલીસ તે વિષે તપાસ ચલાવી રહી છે. પોલીસે વિદેશી મૂળના પાંચ બ્રિટિશ નાગરિકોની પણ તે અંગે અટકાયત કરી છે, તેમની પુછપરછ ચાલી રહી છે.
આ એરબેઝનો ઉપયોગ અમેરિકા કરી રહ્યું છે. રોયલ એરફોર્સના વિમાનો સાથે અમેરિકી યુધ્ધ વિમાનો પણ ત્યાં હોય છે. જયાંથી તેઓ ઇરાન પર હુમલા કરે છે. તે પણ સત્ય છે.
બર્નહામે કહ્યું હતું કે, તે શંકાસ્પદોને પછીથી જામીન પર છોડવામાં આવ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને જામીન ઉપર છોડવા સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.
આ તબક્કે પત્રકારોએ બર્નહામને પૂછયું હતું કે, '…. તો પછી તે શંકાસ્પદોને શા માટે જામીન ઉપર છોડવામાં આવ્યા છે ?' ત્યારે બર્નહામે કહ્યું કે, તેમને ચોક્કસ અને કઠોર શર્તો સાથે, જામીન આપવામાં આવ્યા છે. સત્તાવાળાઓની તેમની ઉપર સખતમાંથી સખત પકડ પણ છે, તે હું તમોને ખાતરીપૂર્વક કહેવા માગું છું.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ કહ્યું હતું કે, તે ઘટનામાં કોઈ વિદેશી હાથ હોવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે.
બીજી તરફ સહજ રીતે જ ઇરાને તે ફેરફોર્ડ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે, તે પશ્ચિમનો ઇરાન-ફોબિયા જ દર્શાવે છે.