Astro

વાંચો તમારું 01 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
1 Oct 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ દ્વારા 12 રાશિઓનું ભવિષ્યવાણી કરવામાં આવી છે. મેષ અને વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યોમાં સફળતા મળશે, જ્યારે તુલા અને કુંભ રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મિથુન રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડશે. ધન રાશિના જાતકોને વાયરલ બીમારીથી સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 01 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામકાજમાં સાનુકુળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના કામ, શેરોના કામમાં સરળતા રહે. કામનો ઉકેલ આવે.
વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય સરકારી કામ અંગે મુલાકાત થાય.
મિથુન : કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. કામમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું પડે.
કર્ક : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઇ શકે.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. સીઝનલ ધંધામાં આપે સંભાળવું પડે.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.
તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં રૂકાવટ મુશ્કેલી જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય, આનંદ રહે.
ધન : આપના કામમાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનારવર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું.
મકર : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કુંભ : આપને કામકાજમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાન-વાહનના કામમાં મુશ્કેલી જણાય.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.

  • અગ્નિદત્ત પદમનાભ