Oil Marketing Companies Losses : પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારા છતાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ભારે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સોમવારે જણાવ્યું કે, ભાવવધારા પછી પણ આ કંપનીઓ દૈનિક લગભગ 750 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. તેમણે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા દોઢ મહિનાથી વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે અને ક્રૂડ ઓઈલ તેમજ LNGની આયાતમાં સતત અવરોધો આવી રહ્યા છે.
ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક
દેશમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે ખાતરી આપતાં શર્માએ જણાવ્યું કે, ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક ઉપલબ્ધ છે અને દેશમાં ક્યાંય પણ અછતના અહેવાલ નથી. તેમણે ઉમેર્યું કે, ‘અમારી પાસે પૂરતો ઈન્વેન્ટરી સ્ટોક છે અને ક્યાંય પણ ઈંધણ ખૂટી ગયું હોય તેવી સ્થિતિ નથી. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોનો અવિરત પુરવઠો અને સરળ વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકાર અને ઓઈલ કંપનીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.’
Delhi: On NMC Press Conference, Joint Secretary at the Ministry of Petroleum and Natural Gas, Sujata Sharma, says, "The situation in the Strait of Hormuz is still not normal. Because of this, the crude and other natural gas LPG prices in the international market are seen to be… pic.twitter.com/6f4YLsHj3h
— IANS (@ians_india) May 18, 2026
ઈંધણ વિક્રેતા કંપનીઓને આર્થિક સહાય આપવાની હાલ કોઈ વિચારણા નહીં
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે અગાઉ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું દૈનિક નુકસાન લગભગ 1000 કરોડ રૂપિયા હતું, જે તાજેતરના ભાવવધારા બાદ ઘટીને આશરે 750 કરોડ રૂપિયા પ્રતિ દિવસ પર આવી ગયું છે. જો કે, તેમણે સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકાર હાલના તબક્કે જાહેર ક્ષેત્રની ઈંધણ વિક્રેતા કંપનીઓ માટે કોઈ આર્થિક સહાય આપવા અંગે વિચારી રહી નથી.
4 દિવસમાં 1.72 લાખ LPG સિલિન્ડરની ડિલિવરી કરાઈ
LPGના પુરવઠા અંગે શર્માએ જણાવ્યું કે, ‘વૈશ્વિક પડકારો છતાં ઓઈલ કંપનીઓ સ્થિતિ જાળવવામાં સફળ રહી છે. છેલ્લા 4 દિવસમાં લગભગ 1.69 લાખ સિલિન્ડરના બુકિંગ સામે અંદાજે 1.72 લાખ એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે સપ્લાય ચેન સંપૂર્ણપણે કાર્યરત અને સ્થિર છે.’
આ પણ વાંચો : નીતિન ગડકરીના પરિવારનો બિઝનેસ ચોપટ, યુદ્ધના કારણે 700 કન્ટેનર ફસાયા


