Gujarat

ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે હાઈ એલર્ટ, 4 કલાકમાં 48 તાલુકા ભિંજાયા

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થયો છે. ગઈકાલે જૂનાગઢના માંગરોળમાં 22.20 ઇંચ, માળિયા હાટિનામાં 14.09 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. આજે હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, સુરત સહિત 7 જિલ્લા અને દાદરા નગર હવેલી, દમણમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અન્ય 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે હાઈ એલર્ટ, 4 કલાકમાં 48 તાલુકા ભિંજાયા

Gujarat Weather Updates : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં માંગરોળમાં 22.20 ઈંચ, માળિયા હાટિનામાં 14.09 ઈંચ, ડાંગના વઘઈમાં 13.31, સુરતના અંબિકામાં 13.19 ઈંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કયા 7 જિલ્લામાં રેડ એલર્ટ

ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં પણ રેડ એલર્ટ જાહેર

કેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા

-2026-07-04T090442.373-ezgif.com-resize.gif