મમતા બેનરજીને મોટો ઝટકો, સૌથી વિશ્વસનીય નેતાનું બંગાળ TMC પ્રમુખ સહિત તમામ પદેથી રાજીનામું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mamata Banerjee and chandrima bhattacharya | પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને વિધાનસભા ચૂંટણી હાર્યા બાદથી એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. આ શ્રેણીમાં જ આજે તેમના સૌથી વિશ્વસનીય નેતા અને તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પણ હવે તેમનો સાથ છોડી દીધો છે.
તમામ મહત્ત્વના પદો પરથી રાજીનામું
માહિતી અનુસાર ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પ્રદેશ અધ્યક્ષ પદની સાથે પાર્ટીના તમામ મહત્ત્વના હોદ્દા પણ છોડી દીધા છે. આ મામલે તેમણે મમતા બેનરજીએ પત્ર લખી દીધો છે. તેમાં પાર્ટીની સાઈનિંગ ઓથોરિટીનો હોદ્દો પણ છોડવાની જાહેરાત કરી છે.
તૃણમૂલ કોંગ્રેસનો મહત્ત્વનો ચહેરો ગણાતા
ચંદ્રિમા ભટ્ટાચાર્ય લાંબા સમયથી તૃણમૂલ કોંગ્રેસનો એક મજબૂત ચહેરો ગણાતા હતા. સરકારથી લઇને સંગઠનમાં પણ તેમની મજબૂત પકડ હતી. હાલ આ મામલે ટીએમસી તરફથી કે પછી મમતા બેનરજી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ આ ઘટનાએ બંગાળના રાજકારણનો પારો ગરમાવ્યો છે.









