Entertainment

લાલા અમરનાથની બાયોપિક માટે લલકાર ટાઈટલ નક્કી થયું

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
આશુતોષ ગોવારીકર અને આમિર ખાન 'લગાન'ના 25 વર્ષ પછી ફરી સાથે આવ્યા છે. તેઓ લાલા અમરનાથની બાયોપિક 'લલકાર' બનાવી રહ્યા છે, જે ક્રિકેટ પર આધારિત ઐતિહાસિક સ્પોર્ટ્સ ડ્રામા હશે. રાજકુમાર હિરાણી અને અભિજાત જોશી પટકથા લખશે. ફરહાન અખ્તર નિર્માણ કરશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે અને તેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલા અમરનાથની બાયોપિક માટે લલકાર ટાઈટલ નક્કી થયું

મુંબઈ : 'લગાન'નાં પચીસ વર્ષ બાદ આશુતોષ ગોવારીકર અને આમિર ખાને ફરી એકવાર સાથે ક્રિકેટ વાર્તાના કેન્દ્રમાં હોય તેવી લાલા અમરનાથની બાયોપિક માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું ટાઈટલ 'લલકાર' નક્કી થયું છે.
રાજકુમાર હિરાણી અને અભિજાત જોશી દ્વારા ફિલ્મની પટકથા લખાઈ રહી છે. ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે આકાર લેતી ફિલ્મ ઐતિહાસિક સ્પોર્ટસ ડ્રામા બની રહેશે. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આમિર ખાન ઉપરાંત અન્ય ફિલ્મ સ્ટારની પણ શોધ ચાલી રહી છે જેનું નામ બાદમાં જાહેર કરવામાં આવશે.
ફરહાન અખ્તર આ ફિલ્મનું નિર્માણ કરશે. ફરહાને આ જ પ્રકારની સફળ સ્પોર્ટ ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં યાદગાર ભૂમિકા ભજવી હતી.