શ્રદ્ધા કપૂરે પોતાની ફી વધારીને 20 કરોડ કરી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈઠા માટે શ્રદ્ધાને ૧૫ કરોડ ચૂકવાયાની ચર્ચા
બોયફ્રેન્ડ રાહુલ મોદી દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં અશનીર ગ્રોવરની પત્નીની ભૂમિકા ભજવશે
મુંબઈ : શ્રદ્ધા કપૂરે પોતાની ફી હવે વધારીને ૨૦ કરોડ રુપિયા કરી દીધી હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધાનો બોયફ્રેન્ડ લેખક રાહુલ મોદી એન્ટરપ્રિન્યોર અશનીર ગ્રોવર પર આધારીત એક બાયોપિકનું નિર્દેશન કરવાનો છે. જેમાં શ્રદ્ધા કપૂરને અશનીર ગ્રોવરની પત્ની માધુરી જૈનની ભૂમિકા ઓફર કરવામાં આવી છે. શ્રદ્ધા કપૂરે આ ફિલ્મમાં કામ કરવા માટે ૨૦ કરોડ રૂપિયાની ફી માંગી હોવાની ચર્ચા જોરમાં છે.
હવે રજૂ થનારી 'ઈઠા' માટે શ્રદ્ધા કપૂરને નિર્માતા દિનેશ વિજને પંદર કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનું જાણકારો માને છે. શ્રદ્ધા કપૂર પોતાની ફી બરાબર વસૂલમાં માને છે. અગાઉ 'પુષ્પા ટુ : ધ રૂલ'માં કિસ કિસ કો ડાન્સ માટે શ્રદ્ધા કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે શ્રદ્ધાએ ઓછામાં ઓછાં દસ કરોડની માંગણી કરી હોવાનું મનાય છે. જો કે હૈદરાબાદના નિર્માતાએ એ પછી આ આઇટમ નંબર માટે શ્રીલીલાની પસંદગી કરી લીધી હતી.
જો શ્રદ્ધાને તેની આગામી ફિલ્મ માટે વીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે તો તેની ફી દિપિકા પદુકોણ સમકક્ષ થઇ જશે.









