Get The App

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ 1 - image

West Bengal Assembly Elections-2026 Controversy : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં ભારે રાજકીય વિવાદ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ફોર્મ-6 અરજીઓને લઈ ભારે વિવાદ ઉભો થયો છે. એકતરફ કોલકાતા સ્થિત ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ છે, તો બીજીતરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે.

ભાજપ અને ચૂંટણી પંચ ભાઈ ભાઈ : TMC

ટીએમસીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડર પર આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા જે રીતે દિલ્હી અને મહારાષ્ટ્રની ચૂંટણી જીતવા માટે મતદાર યાદીમાં ચેંડા કરવામાં આવી, ફોર્મ-6નો દુરુપયોગ કરીને અન્ય રાજ્યના લોકોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા, તેવી જ રીતે બંગાળમાં પણ આ ખેલ કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને ચૂંટણી પંચને ભાઈ ભાઈ હોવાનો પણ ટીએમસીએ આક્ષેપ કર્યો છે.

‘ચૂંટણી પંચ ભાજપને સાથ આપી રહ્યું છે’

ટીએમસીએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘ભાજપ અને ચૂંટણી પંચ ભાઈ ભાઈ... ભાજપ એક પછી એક ચૂંટણીમાં મતદાર યાદીમાં ચેડાં કરવાની કળામાં નિપુણતા મેળવી રહ્યું છે અને હવે બંગાળમાં ચેડાંનો વ્યાપક ખેલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 4 વર્ષમાં 4 લાખ મતદારો ઉમેરાયા, પછી માત્ર 7 મહિનામાં બીજા 4 લાખ ઉમેરાયા... મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 44 લાખ મતદારો ઉમેરાયા અને પછી માત્ર 5 મહિનામાં બીજા 40 લાખ ઉમેરાયા અને હવે એવી જ ચેડાં બંગાળમાં શરૂ કરી દેવાઈ છે. બિહાર અને ઉત્તર પ્રદેશના બિન-રહેવાસીઓને બંગાળની મતદાર યાદીમાં દાખલ કરવા માટે જિલ્લાઓમાં મોટા પાયે 'ફોર્મ 6' અરજીઓ જથ્થાબંધ જમા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ? તે માત્ર મોઢું ફેરવી રહ્યું નથી કે માત્ર બેદરકાર નથી. તે સક્રિયપણે આમાં સાથ આપી રહ્યું છે. જે પક્ષનું નિયમન કરવાનું હતું, તેના દ્વારા પંચ સંપૂર્ણપણે પ્રભાવિત, તેમાં સામેલ અને તેના કબજા હેઠળ છે.’

આ પણ વાંચો : બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર BJP-TMC વચ્ચે મારામારી

બીજીતરફ કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ફોર્મ-6 મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની વિગતો આવી છે. રિપોર્ટ મુજબ, આજે (31 માર્ચ) કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ-ટીએમસી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જોતજોતામાં બંને પક્ષના કાર્યકર્તાઓ હિંસક મારમારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને કેન્દ્રીય સુરક્ષાદળની ટીમ તહેનાત કરી દેવાઈ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિનો તાક મેળવવા સ્થળ પર પહોંચી ગયા છે. ફોર્મ-6ના કારણે આ વિવાદ ઉભો થયો છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે થાય છે. ટીએમસી સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિ મોટાપાયે ફોર્મ-6 લઈને ચૂંટણી પંચની ઓફિસમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વ્યક્તિ નિયમો વિરુદ્ધ પ્રક્રિયા કરી રહ્યો હોવાની આશંકા ગઈ હતી. ત્યારબાદ તેને પકડી લેવાયો હતો અને ટીએમસીના કાર્યકર્તાઓ તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.

આ પણ વાંચો : બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ