Get The App

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
Indian Share Market Crash


Indian Share Market Crash: ભારતીય શેરબજારમાં આજે રોકાણકારોએ મોટા પાયે શેરોની વેચવાલી કરતા બજારમાં કડાકો જોવા મળ્યો હતો. દિવસના અંતે BSE સેન્સેક્સ 416 પોઈન્ટ ઘટીને 76,886 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી પણ 97 પોઈન્ટ ગબડીને 24,000ની મહત્ત્વની સપાટીની નીચે 23,995 પર આવી ગઈ હતી. બજારમાં આ ઘટાડા માટે મુખ્યત્વે એક્સિસ બેન્ક અને એચસીએલ ટેક જેવા મોટા શેરોમાં થયેલો ઘટાડો જવાબદાર હતો, જેના કારણે રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી.

અમેરિકન ડૉલર સામે રૂપિયો 41 પૈસા ગબડ્યો

શેરબજારમાં ઘટાડાની સાથે ભારતીય રૂપિયામાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે. અમેરિકન ડૉલર સામે રૂપિયો 41 પૈસા ઘટીને 94.56ની સપાટીએ પહોંચી ગયો છે, જે અત્યાર સુધીની નબળી સ્થિતિ દર્શાવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની વધતી કિંમતો અને દેશો વચ્ચેના તણાવભર્યા વાતાવરણને કારણે રોકાણકારો ચિંતિત છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારમાંથી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેના કારણે રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે.

આ પણ વાંચો: બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત

બજારની અસ્થિરતા વચ્ચે આગામી દિવસોમાં નુકસાનની ભીતિ

વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત પૈસા પાછા ખેંચવાને કારણે રૂપિયાની હાલત નબળી પડી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી ફંડ્સ દ્વારા 19 અબજ અમેરિકન ડૉલર જેટલી માતબર રકમ પાછી ખેંચી લેવામાં આવી છે, જેનાથી રૂપિયા પર દબાણ વધ્યું છે. સોમવારે રૂપિયો 94.15 પર બંધ રહ્યો હતો, જે મંગળવારે વધુ ઘટીને 94.58ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. બજારમાં જોવા મળી રહેલી આ અસ્થિરતા અને આર્થિક પડકારોને જોતા આગામી દિવસો રોકાણકારો માટે મુશ્કેલ બની શકે છે.

શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો 2 - image