Get The App

ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રેનમાં આ સમસ્યાથી પરેશાન મુસાફરોની ચિંતા દૂર : રેલવેએ શરૂ કરી જોરદાર સુવિધા 1 - image

Railway New Rule : શું તમને ટ્રેનમાં ઘસઘસાટ ઊંઘી જવાની ટેવ છે? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ટ્રેનમાં ઊંઘ આવવી એક એવી સમસ્યા છે, જેના કારણે મુસાફરને જ્યાં ઉતરવાનું હોય છે, તે સ્ટેશન છુટી જાય છે અને પછી મુસાફર પોતાના મૂળ સ્થાના બદલે કોઈ બીજા જ સ્ટેશને પહોંચી જાય છે. તેથી જ મુસાફરની આ સમસ્યાનું નિવારણ લાવવા માટે રેલવેએ એક જોરદાર સુવિધા શરૂ કરી છે.

મુસાફરોને ઊંઘમાંથી જગાડવા માટે રેલવેની નવી સુવિધા

રિપોર્ટ મુજબ IRCTCએ મુસાફરોને ઊંઘમાંથી જગાડી દેવા માટે ‘ડેસ્ટિનેશનલ એલર્ટ સર્વિસ’ (Destination Alert Service) નામની સુવિધા શરૂ કરી છે. લાંબી મુસાફરી કરનારા મુસાફરો ઘણી વખત ચિંતામાં રહે છે કે, રાતના અંધારાના સમયમાં તેમનું ડેસ્ટિનેશનલ સ્ટેશન (ગંતવ્ય સ્ટેશન) ક્યાંક નીકળી ન જાય ! ત્યારે રેલવેએ મુસાફરોની આ સમસ્યાનું નિવારણ લાવવા માટે મહત્ત્વની સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસનું નામ છે IRCTCનું ‘ડેસ્ટિનેશન એલર્ટ’ (Destination Alert) અને વેક-અપ અલાર્મ (Wake-up Alarm) સર્વિસ...

સર્વિસનો સૌથી વધુ ફાયદો

આ સર્વિસની સૌથી ખાસ વાત તેની ચોક્કસ ટાઈમિંગ છે. જ્યારે તમે તમારા ગંતવ્ય સ્ટેશનથી ઠીક 20 મિનિટ દૂર હશો, ત્યારે તમારા મોબાઈલ પર વેક-અપ એલાર્મ વાગવાનું શરૂ થઈ જશે. આ ફીચર ખાસ તે લોકો માટે વરદાનરૂપ છે, જેઓ રાત્રીના સમયે એકલા મુસાફરી કરે છે અથવા તો તેમને ટ્રેનમાં ઘસઘસાટ ઊંઘી જવાના કારણે સ્ટેશન છુટી જવાનો ડર છે.

સર્વિસ માટે ઈન્ટરનેટની જરૂર નહીં

IRCTCની ‘ડેસ્ટિનેશનલ એલર્ટ સર્વિસ’નો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટની જરૂર પડતી નથી, કારણ કે, તેમાં IVR (Interactive Voice Response) ટેકનીક સામે છે. એટલે કે જો તમારા ફોનમાં ઈન્ટરનેટ ન હોય તો પણ આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

એલાર્મ સેટ કરવાની સરળ રીત

જો તમને ઊંઘ કે કોઈ અન્ય કારણોસર પોતાનું ગંતવ્ય સ્ટેશન છુટી જવાનો ડર હોય તો...

  • તમે મોબાઈલના ડાયલ પેડ પર 139 નંબર પર કૉલ કરો.
  • ભાષા (હિન્દી અથવા અંગ્રેજી)ની પસંદગી કરો.
  • કીપેડના મેનુમાં 7 નંબર દબાવો (જે ડેસ્ટિનેસનલ એલર્ટ માટે છે)
  • ત્યારબાદ તમારો 10 નંબરનો PNR નંબર દાખલ કરો.
  • પછી 1 દબાવીને એલાર્મ સેટ થયું છે કે, નહીં તેની ખાતરી કરો.
  • સફળતાપૂર્વક રજિસ્ટ્રેસન થયા બાદ તમારા મોબાઈલ પર કન્ફર્મેશન SMS આવશે.

આ પ્રક્રિયા પુરી થયા બાદ હવે તમે ચિંતા વગર ઊંગી શકો છો, કારણ કે તમારું ગંતવ્ય સ્ટેશન આવ્યાના 20 મિનિટ પહેલા તમારો ફોન તમને જગાડી દેશે.

આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી